________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન
૯૩
કરવાવાળાને પોતાના સિદ્ધાંતોને બાધક ન થાય તે વિચાર જરૂરી બને છે. ખાસ કરીને અણગારોને માટે, એ વિધિવિચાર છે. દાનને યોગ્ય વસ્તુના ગુણ દોષ જેવા, ઉપયોગિતા વગેરેનો વિચાર કરવા તે દ્રવ્ય વિચાર છે. દાનપાત્ર પ્રત્યે તિરસ્કાર ઉપેક્ષા કે અનાદર ન હોવો જોઈએ. અને દાન કર્યા પછી કોઈપણ પ્રકારનો પશ્ચાતાપ, શોક કે વિષાદ થવો ન જોઈએ તે પ્રકારને દાતૃ-વિચાર કહે છે. જેને દાન આપ્યું છે તે સુપાત્ર છે કે નહિ, તે દત્ત વસ્તુનો સદુપયોગ કરશે કે દુરુપયોગ કરશે વગેરે વિચાર કરવા તે પાત્ર વિચાર છે. આમ દાનમાં વિવિધ વિચારણા સમાયેલી છે.
દાન જીવનના સદ્ગુણોનું મૂળ છે. દયાને ધર્મની માતા કહી છે. 'धम्मस जगगी दया'
તે ધર્મ દાન છે. દાન દયાની સવિશેષ અભિવ્યક્તિ છે. જ્યાં સુધી હૃદયમાં સહાનુભૂતિ થતી નથી કે અનુકંપા થતી નથી, ત્યાં સુધી મનુષ્ય દાન કરવા પ્રેરાતો નથી દાનની દુર્લભતા છે.
शतेषु जायते शूरः सहस्त्रेषु च पंडितः वक्ता दशसहस्त्रेषु
दाता भवति वा न वा !! - સેંકડો વ્યક્તિમાં કોઈ એક શૂરવીર હોય છે. હજારોમાં કોઈ એક પંડિત હોય છે. દસ હજારમાં કોઈ એક વક્તા હોય છે. અને દાતા તો હોય પણ અને ન પણ હોય.
ભોજનનું નિમંત્રણ મળતાં મુખ મલકાઈ જાય છે, પણ દાનનો પ્રસંગ આવતા નિમંત્રણ મળતાં મુખ દિવેલ પીધા જેવું થઈ જાય છે. કૃપણને દાન દેવાના સમયે બજારમાં મંદી, આયોજન પૂરું થવાનું એવી હજાર વાતો યાદ આવે છે. પરંતુ આયકર અધિકારીને ખોટા હિસાબો માન્ય કરવા પેપર વેઈટ આપતાં તે ઉદાર થઈ જાય છે. ત્યારે એક પણ બહાનું મળતું નથી. જે માંગે તે કૃષ્ણાર્પણમસ્તુ.
પરંતુ સજ્જનો ! યાદ રાખજો આવી લાચારીથી કરેલા દાનનું કંઈ મૂલ્ય નથી. વાસ્તવમાં એ દાન નથી. ભલે તે ગુપ્તદાન માનવામાં આવે પરંતુ અનુકંપાથી પ્રેરાઈને કોઈપણ પ્રકારની સ્પૃહારહિત આપવામાં આવતા દાનમાં જમીન અસમાન જેટલું અંતર છે. પ્રથમનો પ્રકાર પાપ ઢાંકવા માટે છે. બીજો પ્રકાર પુણ્યોપાર્જન માટે છે. પ્રથમમાં દીનતા છે, બીજામાં સ્વેચ્છાએ આનંદ પૂર્વક આપેલું દાન છે. તેથી તે ગૌરવપૂર્ણ છે.
For Private And Personal Use Only