________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણોદય
૪૯ જે અંતઃકરણ જ મલિન અને દૂષિત હશે તે પછી રન-વે ઉપર પણ નહિ દેડી શકાય.
જીવનની બાજી
આ જીવન નાશવંત છે માટે ઊઠે, જાગો અને ચેતી જાઓ. હજુ બાજી હાથમાં છે. સંસારમાં સારભૂત તેવા ધર્મની આરાધના કરેલ પાપથી પાછાં હડી જાઓ અને પુણ્યકાર્યમાં આગળ વધે. અલ્પ જીવનમાં જે મેળવવાનું છે તે મેળવી લે. આયુષ્ય અલ્પ છે, ક્યારે મરી જઈશું તેની ખબર નથી. માટે કાલે કરવાનું આજે અને આજે કરવાનું અત્યારે જ કરશે.
ધર્મમાં રસ જાગે છે ત્યારે જ આરાધના થઈ શકે છે. રસ જગાડવા માટે સાધુસંતેનું માર્ગદર્શન, ધર્મનાં સુંદર પુસ્તકનું વાચન કરે, ચિંતનમનન કરો, ધર્મનું રહસ્ય સમજવા પ્રયત્ન કરે. જે ગ્રહણ કરવાનું છે તે ગ્રહણ કરે. જે ત્યાગવાનું છે તેનો ત્યાગ કરે. મૃત્યુને નજર સમક્ષ રાખે તો જરૂર ધર્મમાં રસ જાગશે ને ઈરછાથી આરાધના કરી શકશે.
ઉપાર્જન ઘણું કરે છે પણ તે બધું છોડીને ચાલ્યા જવું પડશે ત્યારે મનમાં ઘણું દુઃખ થશે. તેના કરતાં જે છે. અ. ૪
For Private And Personal Use Only