________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
જીવનને અરુણદય, ચડતું તે પિતાની હવાઈપટ્ટીમાં આગળ ને આગળ પિતાના નિશ્ચિત સ્થાન તરફ ઊડતું રહે છે.
આ પ્રક્રિયામાંથી વિમાનને પસાર થવું જેટલું અનિવાય છે તેટલું જ વિમાનની સાધન-સામગ્રી, તેનાં વિવિધ યંત્રો બરાબર હોય તે પણ અનિવાર્ય છે જ.
મુક્તિ-મંજિલ પણ ઊંચે. અતિ ઊંચે, અનંત આકાશને પેલે પાર છે. ત્યાં પહોંચવા માટે સાધકે આ વિમાનની જેમ ઉડ્ડયન કરવાનું છે. સાધકે પણ આધ્યાત્મિક ગગનમાં ઊડવાનું છે.
જીવનના રન-વે પર મનના પંખા જોરથી ઘુમાવી વિષયકાષાયરૂપી હવાને બહાર છોડવાની છે. જીવનમાં વિવેક અને વૈરાગ્યનું પ્રેશર લાવવાનું છે.
- વિવેક અને વૈરાગ્યનું પ્રેશર મળતાં જ આંતરિક જીવન ઊંચે ઊડવા લાગે છે. વચમાં આવતાં પ્રલોભને અને અવરોધે માંથી પાર થઈ ઊંચે ને ઊંચે સતત જતા જ રહેવાનું છે. અને જે એટલી ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેને મુક્તિને ચોક્કસ માર્ગ આપોઆપ મળી જાય છે અને પછી તે સરળતાથી આ માર્ગે આગળ થે જાય છે.
પણ આ પહેલાં જીવનની યંત્રસામગ્રીને બરાબર કરવાની અને રાખવાની જરૂર છે. વિચાર, વાણી અને વર્તનને શુદ્ધ અને અલગ રાખવાં પડશે અંતઃકરણને નિર્મળ અને નિર્વિક૯પ બનાવવું પડશે.
For Private And Personal Use Only