________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય કામને માટે તે કોઈ સમયમર્યાદા નથી. સ્મશાન એક મિનિટ પણ ખાલી હેતું નથી. આવા ચંચળ જીવનમાં કામ, ક્રોધ, લોભ, મેહ, માન માયા વગેરેને છેડવાનાં છે.
શિયળ અને સંયમના પાયા
આત્માના અલંકાર ક્યા છે તે આપણે અહીં જોવાના છે. દેહના અલંકાર જૂના થઈ જાય છે પણ આત્માના અલંકાર કદી જૂના થતા નથી. તે શિયળરૂપી અલંકાર છે. આ અલંકારથી આત્મા અભય અને વીર બની શકે છે અને જગતમાં શેભે છે.
માનવ જે મકાન હોય તે શિયળ અને સંયમ તેના પાયા હેવાં જોઈએ.
શિયળ, વાણી, વર્તન –-એ બધા તમારા જીવનમાં શુભ હોવાં જોઈએ.
આત્માનું તીર્થ ક્યાં? જગતમાં ઘણાં મહાન તીર્થો છે, જેમના દર્શનથી આપણું રાગદ્વેષ ઓછા થાય છે. તનમન આત્માનાં તીર્થ છે. તરવું–તારવું. પિતે તરે અને બીજાને તારે.
સ્વપ્ન વિશુદ્ધતમ. તમારુ વિશુદ્ધ મન જ તમારું તીર્થ છે. તે તમને તારી શકશે. વિશુદ્ધ મન માનવીનું તીર્થ છે.
For Private And Personal Use Only