________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જીવનને અરણેય જીવનમાં પ્રમાદ આવી જાય ત્યારે આગળ વધતું નથી. નિવૃત્તિની સાથે પ્રવૃત્તિ રાખો.
તપ શા માટે કરવું? કઈ પણ વસ્તુને કડક કરવી હોય તે તાપ જોઈએ છે. તપ એ કાચી વસ્તુને પાકી કરનાર છે.
લે ખંડને આકાર આપવો હોય તો તેને ઓગળતાં બહુ વાર લાગતી નથી પણ તપને અગ્નિ અનિવાર્ય છે.
શરીરને ભૂલી જઈને તપ કરવાનું નથી પણ મહિનામાં પાંચ દિવસ ઉપવાસ કરવાથી શરીર બગડતું નથી.
ત્રીસ કેળિયાથી વધારે નથી ખાવાનું. હાજરી છે તે પણ મશીન છે. તેની સંભાળ લેવી જરૂરી છે.
ચાળીસ વર્ષ પછી એક જ ટંક ખાવાનું છે. ખાવા માટે નથી જીવતા પણ જીવવા માટે ખાઈ એ છીએ.
પેટ નરમ હોવું જોઈએ અને જીભ લાલ હોવી જોઈએ. ને પેટ કઠણ હોય અને જીભ વેત હેય તે તરત જ ઉપવાસ કરી લે.
શરીર સારું તો મને પણ સારું અને મન સારું તે આત્મા સારે.
દુનિયામાં અંધશ્રદ્ધા વધારે છે. હિંસાનું પરિણામ ભયંકર છે માટે હિંસા છેડે.
આજે દેહ છે તેને માટે જીવનથી મૃત્યુ સુધી પ્રયત્ન કરીએ છીએ. એક તવ દેહમાંથી ઓછું થતાં દેહની કિંમત કાંઈ નથી.
For Private And Personal Use Only