________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ધન્ય બનાવવા પ્રભુની વાણી આત્મસાત કરે
૦ વધારે પડતાં પુદ્ગલેનાં સાધનો જીવનને વધારે ભારે બનાવે છે. જવાબદારીવાળો માણસ ગુરુની પાસે જઈ શકતું નથી. માણસ પોતાની મેળે જ જવાબદારીઓ વહારે છે.
૦ પશુના ભવમાં તમે જ્ઞાન નહી મેળવી શકે. નરકના જી અવધી જ્ઞાનથી જાણી શકે પણ આરાધના ન કરી શકે. દેવતાનાં સુખ વધારે પડતાં છે અને તેના અતિરેકમાં તેઓ આત્માને ભૂલી ગયા છે ફક્ત મનુષ્યભવ જ એક એવો છે, કે જ્યાં તે ભવમાં જ આરાધના થઈ શકે છે.
૦ કઈ જાનવરને ખીલેથી છૂટું કરે છે તે ગેલમાં આવી જશે. પક્ષીને પિંજરામાંથી બહાર ઉડાડી મૂકે, કે આનંદ તેના મુખ પર વિલસી રહે છે! ફક્ત મનુષ્ય જ એક એવે છે કે જેને બંધન છેડવું ગમતું નથી.
૦ આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે વિવેકજ્ઞાનની આવશ્યકતા છે. વિવેક-જ્ઞાન વિના જીવનશુદ્ધિ નથી. આત્મજ્ઞાન થાય ત્યારે ઈન્દ્રિયે બારી-બારણા જેવી લાગે છે. આમા-એ “ડસ્ટબીન નથી; કચરાપેટી નથી કે જે તે ખરાબ જ ભરવું !
૦ આંખથી કામ પ્રવેશે છે. કામથી હૃદય મલીન થઈ જાય છે. આંખ અવગતિ અને ઉન્નતિનું કેન્દ્રીય મથક છે. આંખ તે જીવનની જેત છે.
For Private And Personal Use Only