________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ય
કલ્પ” એટલે સાધુને આચાર. દશ પ્રકારે સાધુના આચાર દર્શાવાય છે. સાધુ જ્યાં રહે તે ઘરના માલિકની કેટલીક વસ્તુઓ તેમનાથી ન લેવાય, તેમના નિમિતે બનાવેલ કેઈ વસ્તુ તેમને ન ખપે. રાજાનું તે કાંઈ પણ ન સ્વીકારે. સાધુ સાધ્વીને વંદન ન કરે. ચાતુર્માસ સિવાય કારણ વગર એક સ્થાને એક માસથી વધુ ન રહે. લાભાદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે.
કલ્પસૂત્ર વીર સંવત ૯૮૦ કે ૯૩માં વાંચવાનું શરૂ થયું. કેઈ શ્રાવક કે યોગવહન કરેલ સાધુ સિવાય તે વાંચી શકે નહિ.
કલ્પસૂત્રમાં જિનેશ્વરનાં ચરિત્ર ગણધર વગેરેની -સ્થવિરાવલી અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર રહેલા છે.
પહેલા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરનો જીવ ત્રિશલાદેવીના ગર્ભમાં આવે છે ત્યારે ત્રિશલાદેવીને જે ૧૪ ઉત્તમ સ્વપ્ન આવે છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવે છે. ત્યાર પછી શરીરનાં અંગઉપાંગ પરથી ફલિત થતું ભવિષ્ય, બત્રીસ લક્ષણા પુરુષનાં લક્ષણે, ભારને માપનાં પ્રમાણે, સ્વપ્નનાં વિવિધ ફળ દર્શાવવામાં આવેલાં છે.
ઈદ્રના પૂર્વ ભવની કાર્તિક શેઠની કથા. દયા, ધર્મ પર આધારિત મેઘકુમારની દષ્ટાંત કથા આપવામાં આવેલી
For Private And Personal Use Only