________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્રનું માહામ્ય
અન્ય પર્વની માફક શ્રી પર્યુષણા મહાપર્વ લોકે ત્તર છે. તે ક્ષમા અને મૈત્રીનું અદ્ભુત પર્વ છે. જીવમાત્રની ક્ષમા યાચવાથી ને જીવમાત્રને ક્ષમા સમર્પિત કરવાથી મૈત્રીભાવ અખલિતપણે જીવનમાં વહે છે. ને પરંપરાએ તે પરમપદનું કારણ બની રહે છે. પર્યુષણ પર્વમાં give and take નથી. ત્યાં ફક્ત અર્પણ, સમર્પણ, complete surrender, નમ્રતા ને વિનય વિવેક છે.
માનવજન્મનો એકમાત્ર ઉપયોગ એ છે કે તે સ્વ જીવનમાં એવો પુરુષાર્થ કરે, ધર્મ-આરાધના શુદ્ધ કરે કે તેના જન્મ, જરા, મૃત્યુનું નિવારણ થઈ જાય. એ જ માનવજીવનની સાર્થકતા.
આ સાર્થકતાની પ્રાપ્તિ માટે હવે પછીના પાંચ દિવસ છે. છેલ્લા દિવસે, સંવત્સરીના દિવસે જીવનની આરાધના પર શિખર સમાન ક્ષમાપના છે. તેમાં મૈત્રીભાવની સૌરભ દરેકના જીવનને દયા, કરુણાથી સભર તથા રાગદ્વેષથી મુક્ત બનાવે છે.
આજે ચોથા દિવસે શ્રી ક૯પસૂત્રના વાચનની શરૂઆત થાય છે. પાંચ દિવસમાં કુલ નવ વ્યાખ્યાને જાય છે.
For Private And Personal Use Only