________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેય, મનથી, વચનથી કે કાયાથી તે તેના પગમાં પડી અશ્રુભીની આંખે ખમાવવા જોઈએ અને આપણે પણ દરેક આત્માઓને પ્રેમપૂર્વક, હૃદયથી અને વેરઝેરના ભાવ ભૂલીને ક્ષમા આપવી જોઈએ.
ત્યારે જ આત્માની શુદ્ધિ થાય છે. જિનાજ્ઞાપાલનને અતિ હર્ષ અનુભવવું જોઈએ. મેટાઓને કોઈની સાથે વેર થયું હોય તો સામે ચાલીને ક્ષમાવવા જવું જોઈએ અને દુર હેય તે પત્રથી પણ ક્ષમાપના કરવી જોઈએ.
માટે જ કહ્યું છે “લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.” જ્યાં લઘુતા હોય છે, સરળતા હોય છે, પવિત્રતા હોય છે ત્યાં જ પ્રભુતા હોય છે, અપૂર્વ આનંદ હોય છે, પ્રભુતાનો વાસ હોય છે. જે આવું હૃદય આપણું ન હોય તે પ્રભુનું આગમન આપણું હૃદયમાં થતું નથી. જ્યાં અભિમાન, કપટ, નિષ્ફરતા (સ્વઆમા પ્રત્યે) તેનાથી પ્રભુ દૂર જ રહે છે. માટે સહુ જીવને સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે ક્ષમાવીને પછી જ પ્રતિક્રમણ કરશે તો પ્રતિકમણ શુદ્ધ ગણાશે ! સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે શાન્તિ જાળવવી, નહીંતર બીજા પ્રવિત્ર પુણ્યશાળી આત્માઓને ખલેલ પહોંચે છે.
નિજ આત્માની શુદ્ધિ રાખવી, પિતાના આત્માનું લક્ષ્ય રાખવું. ગુરુ સમક્ષ પાપની આલોચના કરવી. પ્રાયશ્ચિત કરી જીવનનાં વીતેલાં વર્ષોનાં પાપોનું પશ્ચાત્તાપ કરવું. ભવિષ્યને ઉજજવળ બનાવવું. હવેથી શુદ્ધ જીવન
For Private And Personal Use Only