________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવેલ રાજા વિચાર કરે છે કે પાંચ વર્ષ પછી આવા ભયંકર જંગલમાં રખડવાનું ! પાંચ વર્ષ પછીની ચિંતા કરવા લાગ્યો. ચિંતાએ શરીર બગાડ્યું. ત્યાં એક ધર્મમિત્રે સલાહ આપી ? કે જ્યાં જવાનું છે, તેને આ પાંચ વર્ષમાં સુંદર બનાવી દે. પછી ત્યાં રહેવામાં આનંદ આવે.
સંકટ સમયે મદદ કરે તે ધર્મમિત્ર.
પિલાએ તે જંગલને સાફ કરાવ્યું. સુંદર મહેલે બંધાવ્યા. બધી સગવડતા કરી. પાંચ વર્ષ પછી રાજા
ત્યાં ગયો તો આનંદ જ આનંદ – કેઈ ખાવાપીવાની ચિંતા નહિ, કોઈ ભય નહિ.
મૃત્યુને ભય કોને હોય છે? પાપીને, અધમીને મૃત્યુનો ભય હોય છે
જીવન ધર્મમય હાય, નિષ્પાપી હોય તેને મૃત્યુને ભય નથી હોતે.
પરમાત્મભક્તિમાં નિમગ્ન બનીને મૃત્યુને આબાદ બનાવીએ, પછી મૃત્યુ મહોત્સવ બની જાય.
૪૧, રીઝરડ, વાલકેશ્વર, મુંબઈ–.
અવતરણુંકાર છે. લાલચંદ કે. શાહ.
For Private And Personal Use Only