________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
છે તે બધા પણ તમારાથી વિપરીત થઈ ગયા છે? ભલે, ગમે તે હોય, પરંતુ જો તમે સત્યના માર્ગમાં હશે, ભક્તિમાં લીન હશે, નિર્દોષ અને પવિત્ર હશે તો તમારો વાળ પણ વાંકે નહીં થાય.
* માતા-પિતા અને સાચા ગુરુના કદી પણ દેષ જોવા નહીં. જે ગુરુના દોષ જુએ છે તે નીચ છે. આ દોષ જેવા એ મહાપાપ છે.
માનવને જેટલે સમય બૂરાં કાર્યો કરવામાં જાય છે તેનાથી અડધો સમય જે સારાં કાર્યો કરવામાં જાય તો પિતાનું અને પરનું ઘણું કલ્યાણ કરી શકે છે.
* પ્રથમ તરતા શીખીને જ તરવા જજે, નહીંતર તમે ડૂબશે ને બીજાને પણ ડુબાડશે. એવી જ રીતે પ્રથમ પિોતે સુધરીને જ બીજાને સુધારવા જજે, નહીંતર તમે બગડશે ને બીજાને ય બગાડશે.
* તમારી બહેન, દીકરી પર કુદષ્ટિ કરે તો ગમતું નથી, લાલપીળા થઈ જાય છેતે તમારો પર પર કુદષ્ટિ કરવાને અધિકાર નથી.
* ચેરીમાં ચાર ફેરા ફરતી વખતે પરમાત્માનું સ્મરણ કરવું ને વિચારવું કે “ હું આ ચાર ફેરાથી સંસારના ચાર ગતિરૂપે ફેરાને નાશ કરું છું. હવે આ સ્ત્રીને ધર્મમય સુંદર સદાચારનું પાલન કરાવીશ અને અમારાં બાળકને ધર્મમાગે વળીશ.”
For Private And Personal Use Only