________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
જીવનને અરૂણોદય
વાણી * જે તમારા ચિંતનમાં હશે તે જ બહાર આવશે. વ્યક્તિ બેલવા ઉપરથી જ ઓળખાઈ જાય છે કે તેનું આચરણ કેવું છે?
* કૂવાના કાંઠા ઉપર રહેલ કઠણ પથ્થરમાં પણ દોરીથી ઘસાઈને ઘાવ પડે છે તે રીતે આ હૃદયમાં પણ શબ્દરૂપી દોરાથી સંસ્કાર પડે છે.
મહાવીર * પરમાત્મા મહાવીરે બાર વર્ષ સુધી ઘેર તપસ્યા કરી. જે સહન ના થઈ શકે તે સહન કર્યું. વર્ષોના પ્રયત્નો પછી જે પ્રાપ્ત થયું તેનો ઉપયોગ પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાથી કર્યો.
* જ્યારે વૈજ્ઞાનિક સંશોધન કરે છે, ત્યારે તે સ્વ. અધિકારને કેન્દ્રમાં રાખે છે, બીજે કઈ જાણી ન જાય તેની ગુપ્તતા જાળવે છે, જ્યારે ભગવાન મહાવીરે વર્ષો સુધી સંશોધન કર્યું તે સ્વને માટે નહીં પણ સંસારને માટે કર્યું.
માબાપ * માતાપિતા તીર્થ તુલ્ય છે માટે શાસ્ત્રો પ્રથમ તેમની પૂજા કરવાનું કહે છે.
For Private And Personal Use Only