________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
* પાપ આવીને લાડ કે છેકે મારતું નથી પણ માણસની બુદ્ધિને ફેરવે છે, જેથી માણસ અવળે રસ્તે જઈને દુઃખ પામે છે, પાપ સારા માર્ગે જનારને કંટકવાળા માર્ગે દોરી જાય છે.
* પ્રાણ હરાવે તેવી જીભને ધિક્કાર છે, જે હિંસક કામ કરાવે તેવી બુદ્ધિને ધિક્કાર છે, જે પાપ કરાવે છે એવા શરીરને ધિકાર છે, જેને પાપ જેવું બેટું જેવું ગમે એવી આંખને ધિક્કાર છે!
જ પાપને આપણે દૂર કરી શકતા નથી. પાપ દૂર કરવાની શક્તિ આપણામાં નથી. પાપ દૂર કરવા માટે પરમાત્મા જ શક્તિમાન છે. તેમણે કહ્યું છે એમ કરીએ તે, તેમના ચરણોમાં પડવાથી, રામર્પણથી જ પાપે દુર થાય છે.
* હજુ સુધી એવું બન્યું નથી કે કોઈ પાપ ઢાંકયું ઢંકાયું હોય. ઘણું પાપ જ્યારે ભેગું થાય છે ત્યારે તે આપોઆપ પ્રગટ થાય છે. પાપ કરતાં વિચાર કરવો કે જેથી પાછળથી પસ્તાવું ન પડે.
* જીવનમાં ચાર પ્રકારના દોષે–પાપ છે. તેમાં ત્રણ પ્રકારના એવા છે કે જે ભગવાનના નામસ્મરણથી, પશ્ચાત્તાપથી, જ્ઞાન-ધ્યાનથી જોવાઈ જાય છે, નાશ થઈ જાય છે પણ ચોથું પાપ જરૂર ભેગવવું પડે છે.
For Private And Personal Use Only