________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણોદય * તમે માર્ગ પરથી જતા હો અને કેઈ તમને કહે કે આગળ રસ્તામાં ભયંકર અંધકાર છે અને ત્યાં કાળો નાગ છે, તો તમે તેની આજ્ઞા તરત જ માની લેશે.
જ્યાં સુધી શંકા દૂર નહીં થાય ત્યાં સુધી નહીં જાઓ. અમે પણ તમને કહીએ છીએ કે તમારી જીવનયાત્રામાં અજ્ઞાનનો ભયંકર અંધકાર છે. વિષય–ભેગન ભયંકર નાગ છે, છતાં પણ તમે એવા સાહસિક છે કે તે જ રસ્તેથી જાઓ છે !
* જંગલ કે બગીચાને પાણી ન મળે તો તે સૂકાઈ જાય છે અને ફળ મળતાં નથી, એવી જ રીતે જીવન એ બગીચે છે, એને પાણીરૂપી પ્રવચન ન મળે તો તે સૂકાઈ જાય છે અને મોક્ષરૂપી ફળ મળતાં નથી.
* પરમાત્મા પાસે આપણે એક ભવની યાચના કરી હતી કે ભગવાન, એક ભવ આપ. ત્યાં જીવનને ધર્મશાળા બનાવીશ, ધર્મધ્યાન કરીશ. પરંતુ, આપણે અહીં આવીને તે ભૂલી જઈએ છીએ. જીવનને ધર્મશાળા બનાવવાને બદલે કર્મશાળારૂપી બંગલે બનાવ્યું. - શરીરને હું પપકારમાં અર્પણ કરીશ એમ કહ્યું હતું
અને અહીં આવીને શરીરને વિષયનું, અનીતિનું કારખાનું બનાવી દીધું.
For Private And Personal Use Only