________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન
* જ્ઞાનના માધ્યમથી સંસારનાં દુઃખોનો પરિચય થાય છે અને તેથી આત્મામાં કરુણું, દયા અને વૈરાગ્ય . ઉત્પન્ન થાય છે.
* જ્યાં પ્રકાશ છે, ત્યાં અંધકારને સ્થાન નથી અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન સંભવે; તેમ જ્યાં જ્ઞાન છે, ત્યાં વાસનાને સ્થાન નથી ને જ્યાં વાસના છે, ત્યાં, જ્ઞાન ન સંભવે.
* જ્ઞાનીઓ જે કાંઈ બોલે છે તે વિચારીને જ બોલે છે. એટલા માટે જ કહ્યું છે કે મૂખનાં હજાર ભાષણ. કરતાં જ્ઞાનીને એક શબ્દ વધી જાય છે.
* જીવનમાં વ્યક્તિ કાર્યને જુએ છે, કારણને નહીં. જ્યારે તત્ત્વજ્ઞાની કારણને જુએ છે, કાર્યાનિ નહીં.
પરિગ્રહ * આધ્યાત્મિક ભાષામાં સંગ્રહ કરનારને ડાકુ ગણુવામાં આવે છે, જે પોતાના જીવનને સર્વનાશ કરે છે. અને બીજા અનેક આત્માઓને પણ સર્વનાશ કરે છે.
* ગ્રહણ એટલે જ બંધન. સંસારમાં માણસ બધું ગ્રહણ કરતો થાય છે એટલે તે બંધાય છે.
For Private And Personal Use Only