________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ જ કેન્દ્ર
મશીનમાં ફલાય-વ્હીલનું ઘણું જ મહત્ત્વનું સ્થાન છે. આ હીલ મશીનની તાકાતનો સંગ્રહ કરે છે. આ હીલ બરાબર કેન્દ્રમાં રહે છે. કેન્દ્રથી ન તો તે બહાર રહે છે, ન અંદર.
મશીન પર ભારે વજન આવી પડે છે ત્યારે મશીન આ ફલાય-હીલની સંચિત શક્તિ લે છે. તેનાથી ઈલેકટ્રીક મોટર પર દબાણ નથી આવતું.
આ દેહ પણ એક જબરદસ્ત મશીન છે. આ દેહ ત્યાં સુધી જ બરાબર કામ આપે છે જ્યાં સુધી તેનામાં આત્મા હોય છે.
આજે તે માનવીની એવી અવદશા થઈ છે કે તે પિતાના આત્માના કેન્દ્રને છોડીને જીવી રહ્યો છે. પરિરૂ ણામે તેની બધી જ શક્તિઓ વેડફાય છે.
માનવીનું ફલાય-હીલ આત્મામાં કેન્દ્રસ્થ ન હોવાથી આ મશીન કઈ જ નક્કર કામ નથી આપતું.
ભલા ભાઈ! મશીનમાંથી તારે ઊંચે માલ જોઈએ છે તો જરા તારું ફલાય-વડીલ બરાબર કેન્દ્રિત કર.
તન-મનને આત્મા સાથે જોડ અને પછી જે કે તારું મશીન તને કેવો ઊંચો માલ આપે છે!
For Private And Personal Use Only