________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપયોગી થાય કે ચિંતન કરવા પ્રેરે એવા દાખલારૂપ વિવિધ મુદ્દાઓ સરળ અને રોચક રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે, તે વાચકો જોઈ શકશે. મહારાજશ્રીની પ્રવચનનિપુણતા અને વાણી ઉપરનું એમનું પ્રભુત્વ જોઈને એમ કહેવાનું મન થાય છે કે તેઓ ધર્મશાસ્ત્રોના જુદા જુદા વિશિષ્ટ અને લોકોપકારક મુદાઓની છણાવટ પોતાનાં પ્રવચનોમાં કરીને એને પુસ્તકરૂપે પ્રગટ કરાવે, એટલું જ નહીં તેઓ સ્વયં એ માટે પોતાની કલમ પણ ચલાવે.
તેઓનાં પ્રવચનો રાષ્ટ્રભાષા હિંદીમાં થતાં હોવા છતાં ગુજરાતીભાષી વિશાળ શ્રોતા સમુદાય જે રસપૂર્વક એનું શ્રવણ કરે છે, એ બિના પોતે જ મહારાજશ્રીની આકર્ષક વકતૃત્વકળાની કીર્તિગાથા બની રહે એવી છે. તેઓની વાણીનું આ મહત્ત્વ જળવાઈ રહે અને એ વાણી ધર્મભાવનાની વિશેષ લહાણીનું નિમિત્ત બને, એમ ઇચ્છીએ.
૬, અમૂલ સોસાયટી, અમદાવાદ : ૭. તા. ૧૭-૮-૧૯૭૫
રતિલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only