________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+P
/
૩૨ જ રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રપતિ ખંડની વિશાળ બારીના મોટા પડદાએ બહાર નજર કરી તે તેને શ્વાસ ઘડીક થંભી ગયા. એ દશ્ય જોઈ તેના હૈયે બળતરા થવા માંડી. તેની આંખ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ.
તેણે જોયું; મેદાનની વચ્ચોવચ્ચ એક થાંભલા પર એક કપડું હવામાં ફરકી રહ્યું છે. મેદાનમાં હજારો લોકો ભેગા થયાં છે અને તેઓ એ કપડા તરફ જોઈ તેને સલામ કરી રહ્યા છે.
પડદાનું મન બંડ પોકારી ઉઠયું : “બે હાથ જેટલા પડદાનું આવું સન્માન? શું બન્યું છે એનામાં આટલું બધું તે બધા તેને સલામ ભરે છે? એ ટૂકડા કરતાં તે મારું રૂ૫ જાજરમાન છે. ભારતના સર્વોચ્ચ નેતાના મહરવના ખંડમાં મારું સ્થાન છે. એરકન્ડીશનની અને સુવિધા છે. મોટા મોટા માંધાતા રેજ મારે ત્યાં આવે છે. આવડો મોટો હું છતાંય આ પતાકડીનું આટલું બધું ગૌરવ”
પડદે ધૂંઆપૂંઆ થઈ ગયો. તે લગભગ રડવા જેવા થઈ ગયા. પિતાની આવી ઉપેક્ષા તેનાથી સહન ન થઈ શકી.
For Private And Personal Use Only