________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
“બહેતર છે આના કરતાં તે આપઘાત કરે સારો. એમ હતાશ થઈ તે બારીમાંથી કૂદી પડવા તૈયાર થઈ ગયો.
ત્યાં જ તેને ખભો પકડી એરકન્ડીશનની ઠંડી હવાએ કહ્યું : “ભાઈ ! આમ ઉતાવળો થા મા. તું જેને પતાકડી કહે છે તે પતાકડી નથી. એ રાષ્ટ્રધ્વજ છે. એ હમેશા ઊંચે કાઠી પર જીવે છે. દિવસ હોય કે રાત, તડકો હોય કે વરસાદ, આંધિ હોય કે શાંતિ. પ્રતિકૂળતા હોય કે અનુકૂળતા બધા સંજોગોમાં તે સદાય હસતે ને હસતો રહે છે. તે નથી ફરીયાદ કરતો, સલામ કરે તોય તે ફુલાઈ નથી જ, તે સદાય સહન કરે છે અને હજારેને રાષ્ટ્ર માટે કુરબાન થઈ જવા પ્રેરણા આપે છે. રાષ્ટ્રધ્વજ સહન કરે છે અને પ્રેરણા આપે છે. આથી જ રાષ્ટ્ર તેનું સન્માન કરે છે. જ્યારે તું?”
ઠંડી હવાને એક એક શબ્દ પડદાના યા સે ઉતરી ગયે. તેને સમજાયું કે સન્માન તે સહનશીલતાના હોય, સમર્પણના હોય. સંપત્તિમાં જીવે તેના નહિ.
For Private And Personal Use Only