________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
૧૦ બંદ
રજ
સાગર ધીર છે, ગંભીર છે, તપસ્વી પણ છે.
સાગરનું પાણી કઈ પીતું નથી. પીવે છે તે તેનાથી સુકાતું ગળું ભીંજાતું નથી. તરસ એવી ને એવી જ રહે છે. ઊલટું સાગરનું પાણી પીવાથી મેં ખારું બની જાય છે.
સાગર જાણે છે કે પોતે ખારે છે. આથી જ એ પિતાની ખારાશ મિટાવી દેવા ખડક સાથે જોરથી માથાં પછાડે છે.
પરંતુ સાગર માત્ર માથું જ નથી પછાડત, અલપણે, દઢ શ્રદ્ધાથી અને કશીય ફરિયાદ કર્યા વિના સમભાવથી તે તપ પણ કરે છે. આ
પોતાની જાતને તે તપાવે છે. સૂર્યની અસહ્ય ગરમીને એ પિતાની છાતી પર ઝીલે છે. ગગન ક્યારેક આગ ઓકે છે. માનવ સૃષ્ટિ એ ધામધખતા તાપથી આકુળ-વ્યાકુળ બની જાય છે. ત્યારે સાગર એ ગરમીને તાના અણુએ અણુમાં પ્રસરવા દે છે.
મૂગળનું વિજ્ઞાન કહે છે કે સૂર્યની ગરમીથી સાગરના પાણીની વરાળ બને છે. એ વરાળ ઊંચે ચડે
For Private And Personal Use Only