________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી અનાદિકાળના ભવભ્રમણનાં કારણે માનવમાત્રમાં દે, ક્ષતિઓ, ત્રુટિઓ, નિબળતાઓ વગેરે હોય છે. અજ્ઞાન અને પ્રમાદના ધૂળિયા જીવનને સંસ્કાર અને ચારિત્ર્યથી પાકી ઈંટ જેવું બનાવવું જોઈએ. ભગવાનના નામસ્મરણથી અંતરને શુદ્ધ કરવું જોઈએ. તપથી અંતરને વિશુદ્ધ બનાવવું જોઈએ. ત્યાગ અને વૈરાગ્યથી તેને કસવું જોઈએ.
જીવનમાં સુખ આવે કે દુબ, પ્રિયનો વિયાગ થાય કે અપ્રિયને સંગ, સફળતા મળે કે નિષ્ફળતા, આવકાર મળે કે અપમાન– આ બધી જ પરિસ્થિતિમાં આત્મા વિચલિત ન બને, સુખમાં હરખાય નહિ અને દુઃખમાં રડે નહિ, બંને પરિસ્થિતિને પ્રસન્ન ચિત્તે વધારે ત્યારે સમજવું કે હવે જીવન પરિપકવ બન્યું છે. મુમુક્ષુ સાધકોએ તેમજ સફળતા ઈચ્છતા એ પણ પ્રયત્નપૂર્વક દરેક બાબતમાં જરૂરી પરિપક્વતા મેળવવી જોઈએ.
For Private And Personal Use Only