________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર જ સાધના
સાધકને ત્રણ પ્રકારનાં બતાવ્યા છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ.
સાધકમાં પણ આવા ભેદભાવ કેમ? પણ આ ભેદભાવ સાધકના નથી. સાધનાની શક્તિ અને ગ્રાહકતાની તરતમતાને આ અનુક્રમ બતાવે છે.
તમે પેટ્રોલ પમ્પ જે હશે. ત્યાં પેટ્રોલ તે હોય જ છે. ઘાસલેટને ડબ્બા પણ હોય એમ માની લો.
હવે કહો, અચાનક આગ લાગે તો આગની ઝપટમાં સૌથી વધુ ઝડપી અને વધુ કેણું ઝડપાશે ?
જવાબ જાહેર અને અનુભવ પ્રત્યક્ષ છે. આગ પટેલને પ્રથમ પકડમાં લેશે. પછી ઘાસલેટ અને છેલ્લે પમ્પના ફર્નિચર વગેરેને.
સાધુ-સંત, જ્ઞાનીઓ અને ગુરુઓને ઉપદેશ બધા માણસોને જલ્દી અને જલદ રીતે નથી સ્પર્શતે. જેનું અંતર આદ્ર હોય છે, જે પાપભીરુ હોય છે, જે પોતાના જીવનને વધુ મંગળમય બનાવવા તલસે છે તેવા ઉત્તમ સાધકને ઉપદેશની અસર ઝડપી થાય છે.
For Private And Personal Use Only