________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પિોલીસ કાયદો અને વ્યવસ્થાનું માધ્યમ છે. આથી જ તેની સીટીના અવાજથી ભલભલા પ્રધાનને પણ પોતાની તેજ ગતિએ દોડતી મોટરને રોકવી પડે છે. પિોલીસને આ રૂવાબ તેના પદને અને પોષાકને આભારી છે.
પોલીસ સત્તાનું પ્રતીક છે તો ગુરુ પરમાત્માનું પ્રતીક છે. ગુરુ પોતે કંઈ નથી બેલતાં. પરમાત્મા સ્વયં તેમના દ્વારા બેલે છે.
ગુરુ સંસારની શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. ગુરુના આદેશનું માન રાખો કે તેમની આજ્ઞાનું પાલન કરી જે માનવી વેગથી દોડતા મનના ઘોડાને અટકાવી દે તે માનવી મોટી હોનારતમાંથી બચી જાય છે.
ગુરુ પણ પરમાત્માની પ્રાપ્તિના માર્ગો બતાવે છે. “ ” “ધીમે જાવ” એવા સિગ્નલો આપી જનરૂપી વાહનને અને તેના ચાલક આત્માને યોગ્ય માર્ગદર્શન આપે છે.
ગુરુના ગુરુપદની પાછળી પરમાત્માની પ્રેરણા હોય છે. તેમના તેમને આશીર્વાદ હોય છે. ગુરુમાં પરમાત્મા જેઈને તેમનું જે શરણ સ્વીકારે છે તે શરણાગતને કયારેય અકરમાત નડતું નથી.
૧૦૭
For Private And Personal Use Only