________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
૬૧ ર પોલીસ
અને ગુરુ
પિોલીસ પણ નાગરિક છે. બીજા જે જ તે સામાન્ય માણસ છે. ગણવેશ જોઈને આપણે કહીએ છીએ કે આ પિોલીસ છે.
પોલીસ ગણવેશમાં હોય છે ત્યારે તે સત્તાનું પ્રતીક બની જાય છે. સામાન્ય માનવી, અરે! આ જ પોલીસ સાદા વેષમાં હેય તે તેને માત્ર પોતાનું જ પીઠબળ હોય છે. સ્વ-બચાવમાં પણ હાથ કે હથિયાર ઉગામતા તેને ભય લાગે છે કે રખેને કાયદાના હાથમાં પકડાઈ જઈશ તો?
પરંતુ ગણવેષધારી પોલીસને એવો ભય નથી હોતો. તેને શ્રદ્ધા હોય છે કે તે ફરજ માટે જે કંઈ પગલાં ભરે છે તેની પાછળ સત્તાનું પીઠબળ છે. સરકારને ટેકે છે. આથી જ પોલીસના અવાજમાં સત્તાને રણુક હોય છે.
પોલીસ સાથે કઈ ગમે તેમ નથી વર્તી શકતું. તેનું અપમાન કરતાં સે ગળણે ગળીને પાણી પીવું પડે છે. કારણ તેનું અપમાન એ સત્તાનું અપમાન છે. સરકાર સામે એ બળવે છે.
૧૦૬
For Private And Personal Use Only