________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ જ ભવસાગર
સાગર માણસને અને માલ-સામાનને પેલે પાર પણ લઈ જાય છે અને તે બંનેને ડુબાડી પણ દે છે. આને આધાર માનવી કેવી રીતે સાગરનો ઉપયોગ કરે છે તેના પર છે.
માનવે એક લોખંડનું પતરું સાગરમાં ફેંકયું, પણ તે ડૂબી ગયું.
બીજી વાર તેણે એ જ પતરાંને બીજા અનેકવિધ પતરાં અને જરૂરી સામગ્રી સાથે વેલ્ડીંગ કરીને સાગરની ગોદમાં મૂકયું તો તે હંસગતિએ તરવા લાગ્યું.
આ શક્ય બન્યું એકત્વની પ્રાપ્તિથી. વેલ્ડીંગથી પતરાં સ્ટીમર બન્યાં. તે પોતે પણ તર્યા અને બીજાને પણ તેણે તાર્યા.
વીતરાગ ભગવંતોએ આવું એકત્વ સિદ્ધ કર્યું છે. દરેકમાં તે પિતાને આત્મા સંવેદે છે. આથી તે તરણતારક બન્યા છે.
ભવસાગરને પાર કરવા ઈચ્છતા મુમુક્ષુએ આવા તરણતારકનું શરણ સ્વીકારવું જોઈએ. વીતરાગનું શરણ સ્વીકારે છે તે કાળક્રમે આ ભવસાગર પાર કરે છે.
For Private And Personal Use Only