________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી મુક્તિની મંઝિલ પણ ઊંચે, અતિ ઊંચે, અનંત આકાશને પેલે પાર છે. ત્યાં પહોંચવા માટે સાધકે આ વિમાનની જેમ ઉડ્ડયન કરવાનું છે. સાધકે પણ આધ્યામિક ગગનમાં ઉડવાનું છે.
જીવનના રનવે પર મનના પંખા જેરથી ઘુમાવી વિષય-કષાયરૂપી હવાને બહાર છોડવાની છે. જીવનમાં વિવેક અને વૈરાગ્યનું પ્રેશર લાવવાનું છે.
વિવેક અને વિરાગ્યનું પ્રેશર મળતાં જ આંતરિક જીવન ઊંચે ઊડવા લાગે છે. ઉડ્ડયનની વચમાં આવતાં પ્રલોભને અને અવરોધેમાંથી પાર થઈ ઊંચે ને ઊંચે સતત જતા જ રહેવાનું છે. અને જે એટલી ઊંચાઈએ પહોંચે છે તેને મુક્તિને ચક્કસ માગ આપોઆપ મળી જાય છે અને પછી તે સરળતાથી આ માર્ગે આગળ દેડે જાય છે.
પણ આ બધા પહેલાં જીવનની યંત્રસામગ્રીને બરાબર કરવાની અને રાખવાની જરૂર છે. વિચાર, વાણી અને વર્તનને શુદ્ધ અને સબળ રાખવા પડશે. અંતઃકરણને નિર્મળ અને નિર્વિકલ્પ બનાવવું પડશે.
અને જે અંતઃકરણ જ મલિન અને દૂષિત હશે તો પછી રનવે ઉપર પણ નહિ દેડી શકાય.
For Private And Personal Use Only