________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬ જ વિમાન
વિમાન ગગનમાં ઠેઠ ઊંચાઈએ ઊડે છે. તેનું આ ઉન્નત ઉડ્ડયન એકાએક સિદ્ધ નથી થયેલું. જમીનથી ગગન સુધી પહોંચતા સુધી તે સાધનામાંથી પસાર થાય છે.
વિમાન રનવે ઉપર પ્રથમ દેડે છે. આ દેડ સહેતુક હોય છે. પંખાની મદદથી તે હવાને પાછળ ફેંકે છે. પાછળ કે કેલી હવાના “પ્રેશરથી તે ઊંચે ચડે છે.
વિમાન ઉપર ચડે છે ત્યારે વાદળાંને પાર કરીને ઉપર ચડતું તે પિતાની હવાઈપટ્ટીમાં આગળ ને આગળ પિતાના નિશ્ચિત સ્થાન તરફ ઊડતું રહે છે.
આ પ્રક્રિયામાંથી વિમાનને પસાર થવું જેટલું અનિવાર્ય છે તેટલું જ વિમાનની સાધન-સામગ્રી, તેનાં વિવિધ યંત્રે બરાબર હોય તે પણ અનિવાર્ય છે. વિમાનના એક પણ યંત્રમાં ખરાબી હોય તે તે કદાચ ઊડી શકે પરંતુ તેની સફર સહીસલામત જ રહેશે તેમ કહી શકાય નહિ.
For Private And Personal Use Only