________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
તાર
જી
લાલ સાયકલ લઈને, ખાખી ગણવેશમાં ટપાલી તાર લઈને આવે છે.
તુમ્હારા તાર આયા હૈ.” ટપાલી બૂમ મારે છે.
તાર એટલે જરૂરનો તાકીદનો સંદેશો. એ તારમાં અશુભ સમાચાર પણ હોય અને શુભ સમાચાર પણ હોય. ખોલે ત્યારે ખબર પડે.
પરંતુ એક ક્ષણ માટે તે માનવીનું હૈયું ફફડી જ ઊઠે છે કે કંઈ અશુભ સમાચાર તો નહિ હોય ને ? આથી જ તાર કવરમાં આપવામાં આવે છે.
ખૂલ્લા તારમાં ભય છે, ગભરાટ છે. નબળા મનના માનવી માટે હાર્ટ ફેલ થઈ જવાનો પણ સંભવ છે.
મન પણ તાર જેવું છે. ખૂલ્લું મન ભયજનક છે. તેને વ્રત રૂપી કવરથી પેક કરવાની જરૂર છે. મનને વ્રતમાં પૂરે, નિયમથી બાંધે.
For Private And Personal Use Only