________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌથી મોટી વિશેષતા છે. શેરીસા-પાનસર, ભોયણી, મહેસાણા, મહુડી, વિજાપુર, આગલોડ ઇત્યાદિ સુપ્રસિદ્ધ ઐતિહાસિક તીર્થ સ્થાનોની સમીપમાં હોવાથી આ કેન્દ્રનું મહત્વ અનેક ઘણું વધી જવા પામેલું છે. રાષ્ટ્ર સત્ત, પરમ પૂજય આચાર્યદેવ શ્રીમત પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.ની સત્ પ્રેરણાથી આ કેન્દ્રની સ્થાપના વિ.સં. ૨૦૩૭ વીર નિર્માણ ૨૫-૦૭ પોષ વદ ૫ (પાંચમ) ર૬ ડિસેમ્બર ૧૯૮૦ શુક્રવારના શુભ દિવસે કરી હતી. આરાધના કેન્દ્રની અનેકવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા :
(૧) મહાવીરાલય : હૃદયમાં ધર્મોલ્લાસ જગાડનારો અતિભવ્ય જિનપ્રસાદ આ કેન્દ્રનો પ્રાણ છે. આ મંદિરની એક આગવી વિશિષ્ટતા એ છે કે પ.પૂગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના “કાલધર્મે દિવસે (બાવીશમી મે) ઠીક તેમના અગ્નિસંસ્કારના સમયે બપોરે ૨.૦૦ વાગ્યે માત્ર ત્રણ મિનીટ માટે પરમાત્મા ના ભાલ પ્રદેશ પર રહેલા તિલક પર સૂર્યના કિરણોનું અલૌકિક આભામંડળ રચાય છે.
(૨) ગુરુમંદિર : પૂજ્યપાદ સ્વ. આ.ભ.શ્રીમત કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના પુણ્ય દેહના અન્તિમ સંસ્કાર સ્થલ પર પૂજ્યશ્રીની પુણ્ય સ્મૃતિમાં સંગમરમરનું લાત્મક ગુરુમંદિર બની રહ્યું છે. તેમાં સ્ફટિક રત્નની બનેલી દર્શનીય ચરણ પાદુકાની ગુરુ મંદિરમાં પ્રતિષ્ઠા થશે.
(૩) આરાધના ભવન : આરાધક વર્ગ અહિયાં પોતાનાં ધર્મની આરાધના કરી શકે, એ હેતુથી આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂજ્ય મુનિ ભગવન્તો પણ અત્રે સ્થિરતા કરી સંયમની આરાધના સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ/ધ્યાન/સ્વાધ્યાય આદિ યોગ પ્રાપ્ત કરી શકશે.
For Private And Personal Use Only