________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક દષ્ટિપાત
કોઇક ચિન્તકે સાચું જ કહયું છે: यस्याग्रे न गलति संशयः समूलो,
नैवासौ क्वचिदपि पण्डितोक्तिमेति ॥
અર્થ જેમની સમક્ષ પહોંચ્યા પછી આપણો સંશય સંદતર નિર્મૂળ ન થઇ જાય તેને ‘પંડિત' કહી શકાય નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના સેંકડો શિષ્યોની અસંખ્ય શંકાઓનું સમાધાન કરનારા ઇન્દ્રભૂતિ વગેરે પંડિત જ નહિ, પરંતુ મહાપંડતો હતા. આમ છતાં એમના હૃદયમાં પણ વેદવાક્યો સમ્બન્ધમાં એક એક શંકા વર્ષોથી છૂપાયેલી હતી. ક્યા પંડિતના હૃદયમાં કઇ શંકા હતી એનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. (૧) ઇન્દ્રભૂતિ: જીવ છે કે નહિ? (૨) અગ્નિભૂતિ: કર્મ છે કે નહિ?
(૩) વાયુભૂતિ: જીવ અને કર્મ ભિન્ન (જુદા) છે કે અભિન્ન (એક)? (૪) વ્યક્ત: પંચ મહાભૂત છે કે નહિ?
(૫) સુધર્મા: મનુષ્ય મૃત્યુ પછી પાછો મનુષ્ય તરીકે જ જન્મે છે કે પશુ
તરીકે પણ?
(૬) મંડિત: જીવનો બન્ધ અને મોક્ષ હોય છે કે નહિ?
(૭) મૌર્યપુત્ર: દેવ હોય છે કે નહિ?
(૮) અત: નારક (નરક નિવાસી જીવ) હોય છે કે નહિ?
(૯) અચલભાતા: પુણ્ય અને પાપ છે કે નહિ?
(૧૦) મેતાર્ય: પરલોક હોય છે કે નહિ?
(૧૧) પ્રભાસ: નિર્વાણ (મોક્ષ)નું અસ્તિત્વ છે કે નહિ?
આ અગિયાર મહાપંડિતોની ઉપર્યુક્ત અગિયાર શંકાઓનું નિરાકરણ સર્વશ પ્રભુ મહાવીરસ્વામીએ કેવી રીતે કર્યું? એનું વિસ્તૃત વિવરણ ‘સંશય સબ દૂર ભવે' નામના આ નાનકડા પુસ્તકનો પ્રધાન વિષય છે.
આ અગિયાર મહાપંડિતો અને પરમાત્મા મહાવીરદેવ વચ્ચે જે સંવાદ થયો હતો એનું જ નામ છે: ‘ગણધરવાદ’. આ ગણધરવાદના ફળસ્વરૂપે પ્રભુને એક જ દિવસમાં કુલ ચુમ્માળીશસો અગિયાર શિષ્યરત્નોની પ્રાપ્તિ થઇ. એની ગણના નીચેની ગાથામાં દર્શાવેલી છે.
पञ्चहं पञ्चसया,
अट्ट साइं हुन्ति दुन्ति गणा ।
For Private And Personal Use Only