________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે શબ્દ
જૈન દર્શનનું મૂળભૂત તત્ત્વજ્ઞાન, ‘શ્રી કલ્પસૂત્ર’ના ‘ગણધરવાદ' ઉપરના પ્રવચનમાં છે. પરમાત્મા મહાવીરદેવે પૂર્ણ મનોવૈજ્ઞાનિક દષ્ટિ વડે અન્ય દર્શનોની વિચારધારાઓને અનેકાંત (સ્યાદ્વાદ)ના માધ્યમ દ્વારા જે રીતે સમજાવી છે, તે અપૂર્વ છે.
પરમાત્માના મંગળ પ્રવચનને સામાન્ય લોકો સહજતાથી સમજી શકે, જૈન તત્ત્વોનો સરળતા-પૂર્વક પરિચય કરી શકે, આવી સુંદર ભાવના સાથે વિદ્વાન્ મુનિરાજશ્રી દેવેન્દ્રસાગરજીએ આ પુસ્તકને સુંદર રીતે પ્રગટ કરવાનું આયોજન કર્યું છે.
આ પુસ્તકમાં જો કયાંય પણ જિનાજ્ઞા-વિરુધ્ધ મતિ-કલ્પના દ્વારા કાંઇ કહેવાઇ ગયું હોય તો એ બદલ હું ‘મિચ્છા મિ દુક્કડમ' દઉં છું.
ભવદીય: પદ્મ સાગર.
માટી જેવા બનો.
કેટલાક લોકો માટી જેવા હોય છે. તેઓ કોઇના પણ ઉપદેશ અગર શિખામણને પોતાની અંદર ઉતારીને સત્કર્મના નવા નવા અંકુરોને પેદા કરીને જીવનને લીલુછમ બનાવી મૂકે છે.
For Private And Personal Use Only
કેટલાક લોકો પત્થર જેવા હૃદયવાળા હોય છે. એમને ગમે એટલો ઉપદેશ સંભળાવવામાં આવે, પરંતુ તેઓ પત્થરની જેમ હંમેશાં સૂકા અને વેરાન જ બન્યા રહે છે.
મિત્રો! તમે તમારા હૃદયને પત્થર સમાન નહિ, પરંતુ માટી સમાન બનાવો.