________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अथ पुण्ये सन्दिग्धं,
उचे विभुर्यथार्थ,
૧૨
द्विजमचत्म भ्रातरं विबुधमुख्पम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वेदार्थं किं न भावयसि ?
[અચલભ્રાતા નામના બ્રહ્મણ મહાપંડિતને જેમને પુણ્યના વિષયમાં સન્દેહ હતો – પ્રભુ મહાવીરે કહયું: “તમે વેદવાક્યનો અર્થ સારી રીતે (વાસ્તવિક આશય) કેમ સમજતા નથી?
નવમા મહાપંડિત ‘અચલાતા' પણ પોતાના ત્રણસો વિદ્યાર્થીઓના સમુદાયન સાથે લઇને પોતાનો સંશય દૂર કરવા માટે પ્રભુશ્રી મહાવીર સ્વામીજીના સમવસરણમાં જઈ પહોંચ્યા.
કેવળજ્ઞાનના પ્રભાવે તેઓ સહુના મનની શંકાને આધાર-પૂર્વક સારી રીતે જાણી લેતા હતા.
અચલભ્રાતાના મનની શંકાને જાણીને તેઓશ્રી બોલ્યા: “હે સૌમ્ય! વેદોમાં એક જગ્યાએ લખ્યું છે: પુરુષ વેવ સર્વ પદ્ મૂર્ત વચ્ચે માળનું “અર્થાત્” જે કાંઇ થયું છે અને જે કાંઇ થવાનું છે... તે બધું જે પુરુષ (આત્મા) જ છે.” આનાથી સ્પષ્ટ થાય છે કે પુણ્ય નામની કોઈ ચીજ (તત્ત્વ) નથી. “પરંતુ વેદમાં બીજે કયાંક લખ્યું છે: ''પુખ્ત પુજ્યેન વર્મળા." [પવિત્ર કાર્યથી પુણ્ય ઉત્પન્ન થાય છે. આના દ્વારા પુણ્યની વાત કહેવામાં આવી છે. આનાથી તારા મનમાં શંકા જાગી છે કે પુણ્ય તત્ત્વ વાસ્તવમાં છે યા તો નથી? બરાબર છે ને?”
કે
અચલભાતા: “હે પ્રભુ! તમે તો અન્તર્યામી છો. વર્ષોથી મારા અંતસ્તલમાં છુપાયેલી મારી શંકાને આપે ખરેખરી ઓળખી લીધી. હું સમજું છું કે વ્યક્તિ જેમ જેમ પાપ તત્ત્વથી મુક્ત થતો જાય છે તેમ તેમ તે સુખ પામતો જાય છે. અને જયારે સઘળા પાપોથી તે મુક્ત બની જાય છે, ત્યારે તે અનંત સુખ અથવા મોક્ષને પામે છે. આમ જયારે માત્ર પાપતત્ત્વને જ માનવાથી જ કામ ચાલી જાય છે, ત્યારે નકામું પુણ્ય તત્ત્વ માનવાની અને આ રીતે એક નવું તત્ત્વ સ્વીકારવાથી શો લાભ?”
પ્રભુએ કહયું: “હે વત્સ! તે વેદ-વાક્યમાં પુરુષ (આત્મા)ની પ્રશંસા કરવામાં આવી છે. એને ત્રૈકાલિક (ત્રણે કાળમાં રહેનાર) નિત્ય અમર માનવામાં આવેલ છે. પરંતુ તેમાં નિષેધ કોઇનો, ય કરવામાં આવેલ નથી.
૭૩
For Private And Personal Use Only