________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
P3Y,
”
(સરળતાથી) થતું નથી. તો પણ તેને કોઈ અપ્રત્યક્ષ (પરોક્ષ) નથી માનતું. કેમકે “કોઈક તો એ બધાનું પ્રત્યક્ષ કરી ચૂકયું છે. તમે પણ દુનિયાના સઘળા દેશ, સમુદ્ર, નગરો, ગામ વગેરે તમામને જોયેલા નથી. તો પણ બીજાઓએ જે વસ્તુનું પ્રત્યક્ષ કરેલું હોય છે, તેને તમે પણ પ્રત્યક્ષ જ માનો છો. “આ જ વાત નારકના વિષયમાં પણ સ્વીકારવી જોઈએ. નારક મને પ્રત્યક્ષ દેખાઈ રહયા છે. તેથી તેનો તમારે પણ સ્વીકાર કરવો જોઈએ.” આ બધું સાંભળતાં જ અકૅપિતજીનો સંશય પણ મટી ગયો. પોતાના ત્રણસો વિદ્યાર્થીઓની સાથે તેમણે પ્રભુનું શરણ સ્વીકારી લીધું પ્રભુએ તે તમામને પ્રવજયા (દીક્ષા) આપી. ત્યાર બાદ અર્થાપતજીને “ત્રિપદીનું જ્ઞાન આપ્યું. એના આધારે એમણે પણ દ્વાદશાંગીની રચના કરી. પ્રભુએ એમને આઠમા ગણધર-પદે સ્થાપિત કર્યા અકપિતાજીનું જીવન ધન્ય બની ગયું એમને આપણા કોટિશ; વન્દની
વિશ્વાસઘાત “દગો કોઈનો સગો નથી.” આ કહેવત પ્રાય: સત્ય છે. જે વ્યક્તિ બીજાને દગો આપે છે, તે જાતે જ દગામાં ફસાઈને પોતાનું અહિત કરી બેસે છે. એક વ્યક્તિએ “સર્પદંશના ઈજેક્શન કાઢયા. સોળ રૂપિયા કિંમત રાખી. તો પણ તે સારા ચાલ્યા.. લોકોને તેનાથી ફાયદો થયો.. બીજા એક માણસે એના જ માકની નકલ કરીને નકલી ઈજેકશન કાઢયા. અને તે આઠ રૂપિયામાં વેચવા લાગ્યો. હવે પહેલા નંબરના માણસનો ધંધો બંધ પડી ગયો. એક દિવસ નકલી ઈજેકશન બનાવનારાના દીકરાને જ સર્પે દંશ દીધો. હવે પેલા અસલી ઈજેકશન તો કયાંય મળતા જ ન હતા. આથી નકલી ઈજેકશન લગાવવું પડયું. પરંતુ તેનો દીકરો બચ્યો નહિ. ત્યારે પેલો બાપ માથું પટકીને રોવા લાગ્યો: “હાય! હાય” મારું પાપ મને જ ભરખી ગયું
ઝs
૭ર
For Private And Personal Use Only