________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विज्ञानघन एवैतेभ्यो /तेभ्यः समुत्थाय
तान्येवानु विनश्यति, न प्रेत्य-संज्ञाऽस्ति॥ “તમે આનો અર્થ આ રીતે કરો છો:“વિજ્ઞાનઘન (ગમન-આગમન વગેરે ચેષ્ટાવાળો, ચૈતન્યના પિંડરૂપ આત્મા) જ આ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ નામના પાંચ) મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થતા નષ્ટ થઈ જાય છે. મર્યા પછી સંજ્ઞા (જીવ) રહેતી નથી. “આ અર્થના આધારે તમે સમજો છો કે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જળમાં પરપોટા સમાન અથવા મદ્યાંગોમાં (શરાબ બનાવવા માટે સડાવીને ભેગા કરેલા પદાર્થોમાં) મદશક્તિ એટલે કે નશાની જેમ પાંચ મહાભૂતોમાંથી જીવ ઉત્પન્ન થાય છે અને એમાં જ વિલીન થઈ જાય છે. મૃત્યુ પછી એનું અસ્તિત્વ રહેતું નથી. બીજા કોઈ સ્થાને વેદમાં કહયું છે કે – "स वै अयमात्मा ज्ञानमयो मनोमयो वाङ्मयश्चक्षुर्मय आकाशमयो वायुमय - स्तेजोमय आपोमयः पृथ्वीमयः क्रोधमयोऽ क्रोधमयो हर्षमय श्शोकमयो धर्ममयोऽधर्ममयः॥
અહી આત્માનો વિસ્તૃત પરિચય આપીને એના અસ્તિત્વની પણ ઘોષણા કરવામાં આવી છે. આ રીતે પરસ્પર વિરોધી એવા વેદવાકયોના કારણે તમારા મનમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ છે કે જીવનું (આત્મા) અસ્તિત્વ ખરેખર છે કે નહિ? મારી વાત સાચી છે ને?” આ સાંભળીને ઇન્દ્રભૂતિ ચક્તિ થઈ ગયો... પ્રભુએ જાણે એમની દુ:ખની રગ જ દબાવી... મનનો સંદેહ સૌની સામે ખુલ્લો પડી જવાથી એમની અલ્પજ્ઞતા પ્રગટ થઈ ગઈ. આથી એમનો ગર્વ ઓળગવા લાગ્યો. તેમ છતાં ઇન્દ્રભૂતિ પોતાના મનને સમજાવવા માંડયા: ‘કદાચ વેદોના અધ્યયન દરમ્યાન એમના મનમાં પણ આ જ રીતે સન્દહ ઉત્પન્ન થયો હોય, જે મારા મનમાં પ્રગટ થયો છે. એટલે ફક્ત સંદેહ પ્રગટ કરવા માત્રથી આમને સર્વજ્ઞ માની લેવા એ નર્યું ભોળપણ છે. જો તેઓ મારા સંદેહનું નિવારણ કરી આપે. મારી શંકાનું સમાધાન કરી આપે. મારા પ્રશ્નનો સાચો
ઉત્તર આપે.. મને સંશય-મુક્ત કરે.. તો હું જરૂરથી એમને “સર્વજ્ઞ' માની રે લઉ..
૨૨
For Private And Personal Use Only