________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
its
:x:51
બ્રહ્મા વૃદ્ધ છે. જયારે આ તો યુવાન છે. બહ્માનું વાહન હંસ છે. જયારે આમને તો કોઈ વાહન નથી. બ્રહ્માની સાથે સાવિત્રી છે. જયારે આની સાથે કોઈ જ સ્ત્રી નથી. બ્રહ્માનું આસન કમળ છે. જયારે આ તો સુવર્ણના સિહાસન ઉપર વિરાજમાન છે. તો શું આ વિષ્ણુ છે? ના.. ના... કારણ કે વિષ્ણુ તો કાળા છે. જયારે આ તો ગોરા છે. વિષ્ણુની સાથે લક્ષ્મી છે. જયારે આ તો એકલા છે. વિષ્ણુને ચાર હાથ છે. જયારે આમને તો બે જ હાથ છે. વિષ્ણુના ચાર હાથમાં ક્રમશ" શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. જયારે આના તો બન્ને હાથ ખાલી છે. હાથમાં કોઈ જ પ્રકારનું હથિયાર નથી. વિષ્ણુ શેષનાગની પથારી પર સૂએ છે. જયારે આ સિંહાસન ઉપર બેઠા છે. વિષ્ણુ નું વાહન ગરુડ છે. જયારે આ તો પાદવિહારી છે. તો શું આ મહેશ્વર છે? ના... કારણ કે એમને તો ત્રણ આંખ છે. જયારે આમને તો બે જ આંખ છે. શંકરની સાથે પાર્વતી છે. જયારે આ તો એકલા જ છે. શંકરનું વાહન નદી છે. જયારે આ તો પદયાત્રી છે. તો શું આ પ્રત્યક્ષ કામદેવ છે? ના. કારણ કે એ તો અશરીરી છે. જયારે આ તો શરીરવાળા દેખાય છે. તો શું આ ઈન્દ્ર છે? ના... કારણ કે એને તો હજાર આંખો છે. જયારે આને તો બે જ આંખ છે. ઈન્દ્રના હાથમાં વજ નામનું પ્રચ૭ શસ્ત્ર છે... જયારે આ તો નિ:શસ્ત્ર છે. ઈન્દ્રની પાસે ઐરાવણ હાથી છે. જયારે આતો પગે ચાલનારા છે. તો શું આ કોઈ વિદ્યાધર છો? ના... કારણ કે એ તો વિમાનમાં બેસીને આકાશમાં વિહાર કરે છે. જયારે આ તો ભૂમિ ઉપર ઉઘાડા પગે ફરનારો છે. તો શું આ કુબેર છે? ના... કારણ કે એ તો ખજાનાનો માલિક છે. જયારે આ તો ધનના ત્યાગી છે. એ ભોગી છે. જયારે આ યોગો છે. મહાયોગી છે. વિરકત છે. તો શું આ સિંહાસન ઉપર બેઠેલો રાજા નળ છે? ના.... કારણ કે એના શરીર ઉપર તો બહુમૂલ્ય અલંકારો છે. જયારે આમનું શરીર તો અલંકારોથી રહિત છે. છતાં ખૂબ જ સુન્દર છે. આ રીતે તમામ વ્યક્તિઓના વિકલ્પોનું નિરસન થતું ગયું. છેવટે પ્રભુ
મહાવીરદેવને આપી શકાય એવી યોગ્ય ઉપમા શોધવા માટે એનું ધ્યાન સૂષ્ટિ શ તરફ જાય છે.
૧0
For Private And Personal Use Only