________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે વાદિ-સમુદ્ર-અગસ્ત્રી (સમુદ્ર સમાન વાદીઓને માટે આપ અગત્ય ઋષિ સમાન છો.) હે વાદિ-વૃક્ષહસ્તિ! (વૃક્ષ સમાન વાદીઓને ઉખેડી નાંખવા માટે તમે હસ્તિ (હાથી) સમાન છો.) “હે વાદિ કન્દ કુન્દાલી (કન્દ સમાન વાદીઓને ખોદી નાંખવા માટે તમે કોદાળી સમાન છો.) હે વાદિ-ગજ સિહ! (હાથીઓ જેવા વાદીઓને પરાજિત કરવા તમે સિંહ સમાન છો.) “હે સરસ્વતીલબ્ધ પ્રસાદી (સરસ્વતી આપના ઉપર સુપ્રસન્ન છે.) “આપનો જય હો! વિજય હો) આપનો સુયશ દિગદિગંતમાં ફેલાતો રહે. જયાં સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી વિરાજમાન હતા એ સમવસરણની દિશામાં જતાં જતાં ઇન્દ્રભૂતિ મનમાં વિચારે છે: “આજે પોતાની સર્વજ્ઞતાના મિથ્યા અભિમાનમાં ફસાઈને આણે મને નકામો ક્રોધિત કર્યો. કારણ કે એનાથી મને કોઈ સુખ મળવાનું નથી.
“પોતાની સર્વજ્ઞતાને જાહેર કરીને મારી સર્વજ્ઞતાને પડકાર ફેકવાનો આ એનો પ્રયાસ એવો ભયંકર અને હાસ્યાસ્પદ છે, જેવો કોઈ દેડકો કાળોતરા નાગને લાત મારે! ઉદર બિલાડીના દાંત ગણવા બેસે! હાથી સૂંઢ વડે પહાડ ઉખાડવા જાય! સસલું સિંહની કેશવાળી ખેંચવા જાય! મણિ મેળવવા માટે કોઈ બાળક શેષનાગની ફેણ તરફ હાથ લંબાવે! કોઈ નદીમાં આવેલી રેલ (પૂર)માં સામે કિનારે જવા માટે તણખલા ઉપર સવારી કરે! મહાવીરે જાણવું જોઈએ કે.... खद्योतो धोतते तावद्, यावन्नोदेति चन्द्रमा । उदिते तु सहस्रांशी, न खद्योतो न चन्द्रमा ॥ “જુગનું (આગિયો) ત્યાં સુધી જ ચમકે છે, જયાં સુધી ચન્દ્રનો ઉદય થયો હોતો નથી. પરન્તુ જેવો સૂર્યનો ઉદય થાય છે કે ન તો આગિયો ચમક છે કે ન તો ચન્દ્રમાં! “હું સૂર્ય સમાન તેજસ્વી છું. આગિયા જેવા બીજા વાદીઓ મારી સામે પોતાની ચમકે બતાવી શકતા નથી. “મારા જ્ઞાનની કોઈ સીમા નથી. એવું કયું શાસ્ત્ર છે જેનું મેં અધ્યયન કર્યું ના હોય?
છે
For Private And Personal Use Only