________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3.
કર
:*)
સર્વજ્ઞ મહાવીર પ્રભુને શાસ્ત્ર-ચર્ચામાં પરાજિત કરવા માટે જાતે જ જવું જોઈએ. એ વાત પોતાના નાના ભાઈ અગ્નિભૂતિ સમક્ષ પ્રતિપાદિત કર્યા પછી ઇન્દ્રભૂતિ પ્રસ્થાનની તૈયારીમાં લાગી ગયા. કપાળ ઉપર ત્રિપુંડ-તિલક કર્યું. નવું ધોતીયું અને નવો રેશમી ખેસ ધારણ કર્યા. માથા પર લાંબી-ચોડી પાઘડી સજાવી. સુવર્ણના તારમાંથી બનાવેલું યજ્ઞોપવિત એમના વક્ષસ્થળની શોભા વધારી રહ્યું હતું. ચર્ચા-સમયે પોતાની વાતની પુષ્ટિ માટે આપી શકાય, એવા શાસ્ત્રીય ઉદાહરણોની એક ખાસ હસ્તલિખિત પોથી પણ એમણે સાથે લઈ લીધી. નવી પાઘડી પગમાં પહેરી અને ઇન્દ્રભૂતિ ચાલી નીકળ્યા. એમની પાછળ પાંચસો શિષ્યો પણ પોતાના ગુરુના નામનો જય-જયકાર કરતા ચાલવા લાગ્યા. શિષ્યો ઈન્દ્રભૂતિની પ્રશંસાવલિ પણ બોલતા જતા હતા. એમની પાછળ પાંચસો શિષ્યો પણ પોતાના ગુરુના નામનો જય-જયકાર કરતા ચાલવા લાગ્યા. શિષ્યો ઇન્દ્રભૂતિની પ્રશંસાવલિ પણ બોલતા જતા હતા. “હે સરસ્વતી કંઠાભરણ! વાણીના રૂપમાં સ્વયં સરસ્વતી જ જાણે તમારા કંઠને શોભાવી રહી છે. હે વાદિ વિજયલક્ષ્મી શરણ! (વાદીઓ સાથે ચર્ચામાં પ્રાપ્ત કરેલ વિજયશ્રીએ જ જાણે આપનું શરણ ગ્રહણ કરી લીધું છે.) “હે જ્ઞાતસર્વપુરાણ! (સઘળા પુરાણોના તમે જાણકાર છો.). “હે વાદિ-કદલી કૃપાણ! (વાદીઓ રૂપી કદલીઓ (કેળ) ને કાપવા માટે આપ કૃપાણ (તલવાર) સમાન છે.)
હે પણ્ડિત શ્રેણી-શિરોમણિ! (પડિતોના મસ્તક ઉપર આપ ધારણ કરવા યોગ્ય છે.) “હે મુમતાન્યકાર-નભોમણિ! (કમત રૂપી અંધકારનો નાશ કરવા માટે આપ સૂર્ય સમાન છો.) હે જિતવાદિ-વૃન્દ! (વાદીઓના સમુદાયને આપે જીતી લીધા છે.) “હે વાદિગડ-ગોવિન્દ! (ગરુડ સમાન છે વાદીઓ, અને તેમની ઉપર સવારી કરનારા આપ કૃષ્ણ સમાન છો.)
હે વાદિ-ઘટમગર! (ઘડા સમાન વાદીઓને ફોડી નાંખવા માટે આપ મુદ્ગર સમાન છે.) “હે વાદિ-ધૂકભાસ્કરા (ઘુવડ સમાન વાદીઓને માટે આપ સૂર્ય-સમાન છો.)
For Private And Personal Use Only