________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
કાંઈક અવનવું આ પુસ્તકમાં જે અગિયાર ગણધરોનો ઉલ્લેખ છે, એમના વચ્ચે જે સમાનતાઓ હતી.. તે નીચે મુજબ છે. (૧) તમામ વેદના વિશેષજ્ઞ હતા. મહાપંડિત હતા. (૨) બધા સોમિલ બ્રાહ્મણ દ્વારા આયોજિત યજ્ઞમાં પધાર્યા હતા. (૩) બધાની શંકાઓ પરસ્પર વિરુદ્ધ વેદ-વાક્યો ઉપર આધારિત હતી. (૪) સૌના હૃદયમાં કેવળ એક એક શંકા જ હતી.
સીની શંકાનું સમાધાન પ્રભુએ વેદ-વાક્યોનો વાસ્તવિક અર્થ
સમજાવીને કર્યું (૬) શંકાનું સમાધાન થતાં જ સૌએ પોતાના અહંકાનો ત્યાગ કરીને
પ્રભુને આત્મસમર્પણ કરી દીધું
સૌને પ્રભુ પાસેથી ત્રિપદીનું જ્ઞાન મળ્યું. (૮) ત્રિપદીનું જ્ઞાન મેળવ્યા પછી બધાએ દ્વાદશાંગીની રચના કરી. ૯) શબ્દો ભિન્ન ભિન્ન હોવા છતાં બધાની દ્વાદશાંગીઓનો ભાવ સરખો
હતો. બધાનો આશય એક હતો તાત્પર્ય એક સમાન હતું. (૧૦) બધાને પ્રભુએ ગણધર પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા (૧૧) પોતાના શિષ્ય-સમુદાય સહિત બધાએ પ્રવજયા (દીક્ષા) અંગીકાર
કરી.
(૧૨) સંયમ અને તપસ્યાની સાધના દ્વારા કેવળજ્ઞાની બનીને બધા મોક્ષ
પામ્યા. આટલી સમાનતા હોવા છતાં એ બધામાં નીચે મુજબની અસમાનતાઓ પણ હતી: (૧) બધાની શંકાઓ જુદી જુદી હતી. (૨) બધાની શિષ્ય-સંખ્યા જુદી જુદી હતી. (૩) સમવસરણમાં બધા જુદા જુદા સમયે પહોંચ્યા. (૪) બધાના નામ-ગોત્ર અને અવસ્થા જુદાં જુદાં હતા. અને તેઓએ
અલગ અલગ દ્વાદશાંગી (બાર અંગ સૂત્રો)ની રચના કરી. (૫) બધાને જુદા જુદા સમયે કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ. “કલ્પસૂત્ર” નામના મહાન ધાર્મિક ગ્રન્થના રચયિતા હતા – સ્વનામ ધન્ય શ્રુતકેવળી શ્રી – ભદ્રબાહુ સ્વામીજી. ગણધરવાદ એ જ મહાગ્રન્થનો એક અંશ (વિભાગ) છે.
,
For Private And Personal Use Only