________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમ્પાદકની વાત.
પરમાત્મા શ્રી મહાવીરદેવે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ વગેરે અગિયાર ગણધરોની “આત્મા છે? પુણ્ય છે? પાપ છે?” વગેરે શંકાઓનું સુન્દર, સચોટ અને સુતર્કબદ્ધ જે સમાધાન આપ્યું હતું, તે તત્ત્વચર્ચા જૈન શાસ્ત્રોમાં ‘ગણધરવાદના નામે સુખ્યાત છે. ‘શ્રી કલ્પસૂત્ર' નામના જૈન દર્શનના શિરમોર આ ગ્રન્થરત્નમાં તેનું છટ્ઠા પ્રવચનમાં સુવિસ્તારપૂર્વક નિરૂપણ છે. પરમાત્માએ ઇન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોની શંકાઓનું સમાધાન કરતાં કાય એમ ન કહયું કે: “ઇન્દ્રભૂતિ! તારા વેદ જ ખોટા છે. આવા ખોટા વેદવાક્યોના આધારે નકામી તત્ત્વચર્ચા કરવાનો શો અર્થ છે?” ના... પ્રભુએ આવાં કડવા વેણ ઉચ્ચાર્યા જ નથી.
પ્રભુએ તો ઉલટાનું એમ કહયું: “ઇન્દ્રભૂતિ! તારા વેદ તો સાપેક્ષ રીતે વિચારતાં સાચા જ છે. હા... પરસ્પર વિરોધી જણાતા વેદ વાક્યોનું અર્થઘટન કરવામાં તું ભૂલે છે. જો... એનું સાચું અર્થઘટન તો આ રીતે થાય... અને આ રીતે વિચારતાં તારી શંકા નિર્મૂળ થઇ જાય છે.”
—
-
વાત્સલ્યના વારિથી ભીંજાવી નાંખતી મેઘસમી અમૃતવાણી વર્ષાવીને પ્રભુ મહાવીરદેવે ઇન્દ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણોને એવી રીતે વશ કરી લીધા કે, ગણધરવાદની આ તત્ત્વચર્ચાને અંતે એ તમામ બાહ્મણો – પ્રભુના કટ્ટર વિરોધી હોવા છતાં નિજશિષ્ય-સંપદાની સાથે પ્રભુના ચરણોમાં ઝૂકી પડયા. તે સહુએ પ્રભુને “પરમાત્મા સર્વજ્ઞ” તરીકે સ્વીકારી લીધા. તેમનું શિષ્યપદ અંગીકાર કર્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને... પ્રભુએ પણ તેમની ઊંચી યોગ્યતાને જોઇ ‘ગણધર’ જેવા મહાન પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા.
-
For Private And Personal Use Only
જાણી લઇને તેમને
ગણધરવાદની મહત્તા અને અદ્ભુતતાને સિદ્ધ કરવા માટે આનાથી વધુ સચોટ પ્રમાણ બીજું શું હોઇ શકે?
પૂ. આચાર્યશ્રીના આ પ્રવચનોમાં મારી દૃષ્ટિએ વિશેષતા એ છે કે તેમણે આધુનિક દૃષ્ટાંતો અને પ્રસંગો આપીને ગહન પદાર્થને રસાળ રીતે રજુ કર્યો છે. જેનાથી વાચક પ્રવચનોનું વાંચન કરતા કંટાળતો નથી. મધુર-શૈલીમાં વહેતા આ પ્રવચનોમાં તે પણ વહેતો જાય છે અને કોઇ ઉત્તમ આત્મબોધ પામી જવાની પૂર્ણ શક્યતાને વરે છે.
મધુરભાષી મુનિવરશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજે આ પુસ્તકનું સંકલન-સંપાદન કરવાની તક આપી અને એ રીતે મને શાસ્ત્રીય-પદાર્થના સત્સંગનો એક વધુ સરસ સુઅવસર આપ્યો છે, તે બદલ હું તેમનો અત્યંત ઋણી છું. ધનંજય જે. જૈન