________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ સદેશ: પરમ પૂજય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની પાવનકારી વાણીની વિશેષતા એ છે કે અત્યન્ત સરળ અને સાહજિક ભાષામાં માર્મિક દ્રષ્ટાંતો સહિત જૈન દર્શનનો મર્મ પ્રગટ કરી આપે છે. આથી જ એમની પાવનકારી વાણીના શ્રવણ માટે વિશાળ જનમેદની અતિ આતુર હોય છે. ગણધરવાદ' જેવા ગહન વિષય ઉપર એમના પ્રવચનોનો આ સંચય આપીને એમણે જિજ્ઞાસુઓ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. આ પ્રવચનોની યોગ્ય સંકલના સાથે એ તૈયાર થાય છે, અને તે આકર્ષક રૂપ-રંગમાં આચાર્યશ્રીના સુવિનીત પ્રશિષ્ય મુનિરાજશ્રી દેવેન્દ્રસાગરજીના મનોહર માર્ગદર્શન હેઠળ પ્રકાશિત થાય છે. તેથી વિશેષ આનન્દ થાય છે. પ.પૂ. આ.દેશી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આવા પ્રવચનોનો સંગ્રહ વધુને વધુ આપણને મળતો રહે અને એ દ્વારા આપણી ધર્મ-જિજ્ઞાસાની પ્યાસ વધુને વધુ છીપાતી રહે, એવી ભાવના વ્યક્ત કરું છું.
અરવિંદ સંધવી. (વિત્ત મસ્ત્રી: ગુજરાત રાજય)
ITS
For Private And Personal Use Only