________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ST)
શુભ સદેશઃ પરમ પૂજય આચાર્યશ્રી પધસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રવચનધારાનો લાભ લેવાનું સદ્ભાગ્ય હું કદી ચૂકતો નથી. એમની વાણીની વિશેષતા એ છે કે વ્યાપક જન સમુદાયને એ સ્પર્શે છે. અને એમનામાં જૈન દર્શન વિષેની જિજ્ઞાસા જગાડે છે. એમનું પ્રભાવક વ્યક્તિત્વ, પ્રવાહી ભાષા-શૈલી, સચોટ દ્રષ્ટાંતો અને એક અનુપમ વાતાવરણ સર્જવાની શક્તિનો મને પ્રત્યક્ષ પરિચય
છે.
આવા સમર્થ આચાર્ય ભગવાન પાસેથી આપણે જેટલું પામીએ તેટલું ઓછું
‘ગણધરવાદ’ એ જૈન સિદ્ધાન્તોનો અર્ક છે. અને જૈન દર્શનની વિશેષતાઓનો પરિચાપક છે. આવા ગહન ગણધરવાદ વિષે આ પુસ્તકે સાચે જ મૂલ્યવાન ગણાય. જૈન દર્શનના સિદ્ધાન્તો અહી એવી રીતે આલેખાયા છે કે એને સામાન્ય જાણકારી ધરાવતો માનવી પણ સમજી શકે. જૈન દર્શનની વિશેષતાની સાથે વ્યાપકતા, ગહનતાની સાથે હૃદયસ્પર્શિતા આ ગ્રંથમાં સુંદર રીતે પ્રગટ થઈ છે. આ ગ્રન્થનું પ્રકાશન કરાવવાનો વિશિષ્ટ યશ પૂ. આચાર્યશ્રીના વિદ્વાનું પ્રશિષ્ય મુનિશ્રી દેવેન્દ્રસાગરજીને મળે છે. આશા રાખીએ કે પ.પૂ. આચાર્યશ્રી પાસેથી તેઓના વિશાળ જ્ઞાનના નીચોડરૂપ આવા પુસ્તકો મળતા રહે.. જેને કારણે જન સમાજને સાચી દિશા સાંપડે.
- શ્રેણિક કસ્તૂરભાઈ.
For Private And Personal Use Only