________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર શ્રી ચતુર વિજયજીએ મુની દ્ધિસાગર તથા શ્રી અજીત સાગરજીને ઉત્તરાધ્યયન, આચારાંગ કલ્પસૂત્રનંદિસ્ય વિગેરેને ગાદૃવહન કરાવ્યા.
અમદાવાદમાં શ્રીમાન ગુરૂદેવે અમૃતસમાન ધર્મદેશના વડે શ્રોતા વર્ગને ધર્મરૂપી પાણીનું સીંચન કર્યું. ચોમાસુ પૂર્ણ થયા પછી પાલડીના શ્રાવક કેશવલાલને દિક્ષા આપી કીતિસાગરજી નામ રાખ્યું અને તેમને સ્વશિષ્ઠ કર્યા ત્યાંથી વિહાર કરી સાણંદ પધાર્યા. ત્યાં ધર્મોપદેશથી પ્રભાવના કરી શેરીસા યાત્રા કરી કલેલ પાનસર યાત્રા કરી માણસા વિજા. પર પ્રાંતીજ વિગેરે ગામોમાં ધમને ઉપદેશ કરો ચૈત્ર માસમાં સાણંદ પધાર્યા.
ગુરૂશ્રી સુખસાગરજી પાટણથી ચારૂપની યાત્રા કરી શંખેશ્વર પધાર્યા ત્યાંથી પંચાસર, ઝિંઝુવાડા, વઢવાણ, ચુડા રણપુર, બેટાદ, વિગેરે સ્થળોએ ઉપદેશ આપતા પિતાને શિષ્ય સમુદાય સહિત રંગસાગરજી, ઋદ્ધિસાગરજી તથા અજીત સાગરજી, વિગેરેની સાથે પાલીતાણા પધાર્યા. અને પરમ પાવન શ્રી સિદ્ધગિરીની યાત્રા કરી પરમાત્મા શષભદેવજીનાં દિન ભાવપૂર્વક ભાવપૂજા કરી આમાનંદને અનુભવ કર્યો.
ગુરૂદેવશ્રી સુખસાગરજીએ બે વખત શ્રી સિદ્ધગિરિની યાત્રા કરી પ્રભુ આદિનાથનાં દર્શન કર્યા.
ગુરૂશ્રીની આજ્ઞાથી શ્રી અજીતસાગરજી રાણપુરમાં અઠ્ઠઈ મહોત્સવ પ્રસંગે પધાર્યા. ત્યાં ગેરીતાના વતની ડાહ્યાભાઈને દિક્ષા આપી દેવેન્દ્રસાગરજી નામ આપી શ્રીમાન બુદ્ધિસાગરજી ગુરૂશ્રીના શિષ્ય કર્યા. અને પાલીતાણાથી
For Private And Personal Use Only