________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ચરિત્રના ઉપદેશ રસપૂર્ણ ભાષામાં આપવા લાગ્યા. તેથી આંખલી પે.ળના ઉપાશ્રયને માટે હાલ પણ સાંકડા પડવા લાગ્યા. સાંભલનારના ઉત્સાહ વધવા લાગ્યા. અનેક તત્વજ્ઞાન અનુભવ આપનારા ગ્રંથાની રચના, આત્મજ્ઞાન તથા અન્યને ઉપકારક થાય તેવી ઇચ્છાથી કરવા માંડી. તેમજ સ દાનિકે, સામાન્ય જનેાને નીતિ વૈરાગ્યના મેધ કરનારા ગુજરાતી ભાષામાં કાવ્યરૂપ ભજનપદ સંગ્રહે, સ્તવન સ્વાધ્યાય સંગ્રહ તથા સમાધિશતક વિગેરે ઉત્તમ ગ્રંથની રચના કરી આનંદથી ચામાસુ પુર્ણ થયે અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયે શ્રી ભાવિજયજી પન્યાસજીની પાસે માગસર સુદી ૫ની વડી દીક્ષા શ્રી અજીત સાગરજી તથા વૃદ્ધિસાગરજીની થઈ. પછી સુરતના ઝવેરી જીવણભાઇ વિગેરેના સુરત પધારવાના આગ્રહને માન આપી ગુરૂવર સુખસાગરજીની આજ્ઞા લઇને શ્રી અમૃતસાગરજી શ્રી અજીતસાગરજી વૃદ્ધિસાગરજીની સાથે સિદ્ધાચલીની યાત્રા માટે વિદ્વાર પાલીતણા તરફ કર્યાં અને ઋધ્ધિસાગરને ગુરૂદેવની સેવા એકાગ્રભાવે કરવાની શિખામણ આપી શ્રીમાન્ સાણંદ, મારૈયા, ખાવલા ગાંગડ કાઠ, વિગેરે ગામામાં ઉપદેશ આપતા વિહાર કરીને પાલીતાણાપધાર્યા'. ત્યાં અઢાર દિવસ રહી યાત્રાએ કરી શ્રીહીરારૂપ ને તપગચ્છીય દીક્ષા આપી હીરાસાગરજી નામ આપી સ્થશિષ્ય કર્યા. ત્યાંથી વિહારી કરી વલા ધોલેરા ખભાત પાદા દરાપુરા પાલેજ સીનેાર જગડીયા કઠોર વિગેરે ગામામાં વિહાર કરતા ધર્મોપદેશ આપતા સુરત તરફ્ પ્રયાણ કર્યું.
For Private And Personal Use Only