________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સંમતિ આવ્યા પછી પાલણપુરના શ્રાવકસંઘે હર્ષ પૂર્વક શ્રી બેચરદાસની દિક્ષા નિમિત્ત મહોત્સવ કરી નિષ્ક્રમણને મહાટે વરઘેડે હાથી વિગેરેથી યુક્ત કલ્યો. નગરની બહાર ઉત્તમ વૃક્ષની નીચે દીક્ષા નિમિત્ત ચંદની વિગેરે બાંધી મહા મંડપ તૈયાર કરાવે ત્યાં વધેડે ઉતરાવ્યો.
द्वीपेन्द्रियनिधिक्षोणि (१९५७) प्रमिते वैक्रमेऽब्दके । मार्गशीर्ष सितेपक्षे, षष्ठयां चन्द्रजवासरे ॥४५॥ गुरूणां गुरुमोदेन, संघेन विहितोत्सवम् । दीक्षितः स विशुद्धात्मा, शासनोन्नतिहेतवे ॥४६॥
વિક્રમ સંવત ૧૫૭ ના માગસર સુદી ના દિવસે સોમવારે વિયોગમાં વર્તતા શુભ મુહુર્તમાં પરમ ચારિત્ર સંપન્ન ગુરૂવર્ય શ્રી સુખસાગરજી મહારાજે પૂર્ણ પ્રમોદ પૂર્વક સંઘથી તથા તેમના કુટુંબની સંમતિ પૂર્વક ભવિ. ધ્યમાં જૈન ધર્મની મહેન્નતિ કરનાર શ્રી બેચરદાસને આત્મ કલ્યાણ કરનારી એક્ષની નિસરણ સમાન દિક્ષા આપી અને ભાવિની અપેક્ષાને ધ્યાનમાં રાખીને તેમનું નામ કરણ નીચે પ્રમાણે રાખવામાં આવ્યું.
बुद्धिपाथोधिरस्तीति, बुद्धिसागर संशया । आजुहाव गुरुः संघ-साक्षिकं तं महामुनिम् ॥४॥
ભવ્યાત્મા બેચરદાસ ઉંડા તત્વ ચિંતક તેમજ ગુઢ પ્રશ્નનું પણ નિરાકરણ કરવામાં બુદ્ધિના એક મહેરામણ સરખા લાગવાથી સંઘની સમ્મતિથી પૂજ્ય ગુરૂવર શ્રી સુખસાગરજી મહારાજે તે મુનિ (બેચરદાસ)નું નામ બુદ્ધિસાગરજી નાખ્યું. ત્યાર પછી મોન–-એકાદશીની આરાધના સંઘને
For Private And Personal Use Only