________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર વિચારી ગુરૂ મહારાજની પાસે સમ્યફ સહિત બારવ્રત ઉચ્ચરી પિતાના ઘર તરફ પોતાના માતાપિતાની ચારિત્ર લેવા માટે અનુમતિ મેળવી લેવાની તૈયારી કરી.
ઘેર આવી માતા પિતા અને શ્રીયુત નથુભાઈ તથા અન્ય કુટુંબીજને પાસે અનુમતિ માગી પરંતુ માતાપિતા તે વાતમાં સમ્મત ન થતાં અંતરાય કર્મને ઉદય માની મનથી સર્વદા બ્રહ્મચર્યને નિશ્ચય કરી, જ્યાં સુધી માતા પિતાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની બનતી સેવા ભક્તિ કરવી અને ત્યાર પછી ગુરૂ મહારાજ પાસે ચારિત્ર ધર્મ અંગીકાર કરે એ નિશ્ચય કર્યો.
વળી પાછા તેઓ મહેસાણું ગયા અને ત્યાંની પાઠશાળાનું કામ પૂર્વની પેઠે કરવા લાગ્યા પૂજ્ય ગુરૂશ્રી રવીસાગરજી મહારાજની પાસે ધર્મ કિયા અનુષ્ઠાન કરતા અનુકુલ સમયની રાહ જોવા લાગ્યા.
જે આત્માને મોક્ષમાર્ગ તરફ રૂચિ હોય તે આત્માને સંસારનાં અસાર સુખ કિપાક જેવાં લાગે છે.
માતાપિતાની સેવા ભક્તિ તેમજ માથે આવેલી ફરજ બજાવતા તેમના ઉપકારને એગ્ય બદલે વાળી આપી તેમને સુખ સમાધિમાં રાખવાને ભવ્યાત્માઓને સહજ સ્વભાવ હોય છે. શ્રી બેચરદાસ પણ પોતાની તે પવિત્ર ફરજ બજાવતા વિદ્યાર્થી વર્ગને જૈન ધર્મ રહસ્ય પૂર્વક તત્ત્વજ્ઞાન આપતા આત્મ કલ્યાણના માર્ગમાં આવતા વિઘકારી કર્મને ક્ષીણ કરી ભાવના શ્રેણિમાં આગળ વધવા લાગ્યા અને સં ૧૯૫૬માં - તેમનાં માતા પિતા પણ તેટલામાં આયુષ્ય કર્મની ક્ષીણતા
For Private And Personal Use Only