________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું થતાં સમાધિ પૂર્વક કાળ ધર્મને પામ્યા. ત્યાર પછી પણ પિતાના બંધુ તથા કુટુંબી વગને સાંત્વન આપવા માટે થોડે વખત સંસાર વ્યવહારમાં ગાળી, બંધુ તરફથી પણ આજ્ઞા મળી ત્યારે બેચરદાસ ગુરૂ મહારાજ શ્રી રવીસાગરજી પાસે ગયા અને પિતાના ચારિત્રભાવ વિષેના વિચારે ગુરૂ મહારાજ આગળ વ્યક્ત કરવા લાગ્યા.
ગુરૂમહારાજશ્રીએ પણ તેમની વાત સાંભળી યોગ્ય પાત્ર જાણી તેમના વિચારને અનુમોદન આપી જણાવ્યું કે “હજી તમારે કેટલીક ફરજો બજાવવાની બાકી છે. માટે હાલમાં આત્મકલ્યાણના માર્ગમાં પ્રવેશ કરી આત્માને માટે તેમજ બીજા ભવ્યાત્માઓના કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરે. મારું આયુષ્ય પણ અલ્પ છે.
तावदायुः समाप्ति स्वां, विशाय रबिसागरः । पद्मासनस्थितः श्रीमान्, समाधिस्थजितेन्द्रियः । क्षमयित्वा जीवराशि, कृतनिर्यामणक्रियः । गच्छभारं समादिश्य, स्वशिष्य सुखसागरम् ॥३७॥
ગુરૂ મહારાજનું શરીર દિવસે દિવસે વધારે નબળું પડવા લાગ્યું. તે વખતે શ્રી બેચરદાસે શ્રી સુખસાગરજી મહારાજની સાથે રહીને ગુરૂમહારાજની સેવા ભક્તિ વૈયાવૃત્ય કરવાનું જારી રાખ્યું. પુજ્યની આજ્ઞા પ્રમાણે મરણસમાધિ, આયુરપ્રત્યાખ્યાન ચતુર શરણ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વિગેરે આગમ ગ્રંથને સ્વાધ્યાય સંભળાવવા લાગ્યા. એમ ધર્મ સ્વધ્યાય સંભળાવવા લાગ્યા. એમ ધર્મ સ્વાધ્યાય વિનય, વૈયાવૃત્ય કરતા જેઠ વદ દશમી ૧૫૪ની સાલની આવી લાગી
For Private And Personal Use Only