________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું વિલાસે કર્યા હોય તેની યાદિ ન કરવી, તેના વિષયમાં રસ ન લે, મધ, માંસ, દારૂ, માખણ, રીંગણ વિગેરે કામોત્તેજક ઔષધિન વાપરવી તેમજ તેવા પ્રકારને આહારન કરે, ભુખ કરતાં વધારે આહાર ન લે, તેમજ એકાવર અપ આહાર લે. શરીરે સ્નાન ન કરવું, ષાળ નખ ન કપાવવા, અન્યને આપણું શરીર જોઈને ઉન્માદ થાય તેવા વસ્ત્ર આભુષણ ન પહેરવાં, આ પ્રમાણે નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું. તેથી જ્ઞાનીઓએ ઉપર બતાવેલી નવ વાડેને આદર કરે.
પાંચમું સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત; જે વસ્તુઓથી મૂછ મમત્વ ભાવ ઉપજે તેવા પ્રકારની વસ્તુઓનો સંગ્રહ નહિ કરે, આત્મ ચારિત્ર પાલવામાં ઉપગ ધર્મને સહાય કરે તેવા ઉપકરણે રજોહરણ, દંડ, પાત્ર, વસ્ત્ર, કંબલ, પુસ્તક વિગેરે આવશ્યકતા પુરતા-મમત્વભાવને ત્યાગીને રાખવા. જરૂરીયાત કરતાં વધુ વસ્તુને ત્યાગ કરે એ પ્રમાણેની પ્રતિજ્ઞા લેવાની હોય છે.
આ ઉપરાંત રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કરે એને છઠું વ્રત ગણું તે વ્રતોને પાલવા. આત્મ-જ્ઞાન, દર્શન ચારિત્રને જાગૃત રાખવા માટે અનુભવ જ્ઞાવની આવશ્યક્તા છે. તે અર્થે આગમ જ્ઞાનને, ગુરૂ સેવા, સાધુ ભકિત, જનાજ્ઞા, બારપ્રકારની અનિત્યાદિ ભાવના ભાવવી, ક્રોધ, માન, માયા, લેમ, કામ, હાસ્ય, રતિ અતિ ભય, શક, મિથ્યાભિનિવેશને ત્યાગ કરે એ પ્રકારે વર્તન કરવું. જરૂરી છે.
રાજની
, દર્શન
શાનને
નાણા બારમા
For Private And Personal Use Only