________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) પંચેન્દ્રિયના દેવતા, મનુષ્ય, તિર્યચ, અને નારકી એ ચાર ભેદ છે. એમ સર્વ જીવો તથા સિદ્ધ જીવો એ સર્વ મહારા આત્માની સમાન છે, મહારા આત્મા સમાન જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણે સર્વ આત્માઓ છે, માટે જેમ હું છું તેમ સર્વ જીવો છે, કોઈના ઉપર રાગ વા દેષ કરવાનું કંઈ કારણ નથી, ચૈતન્યધર્મવિશિષ્ટ હું છું તેમ સર્વ જીવો છે. સર્વ એકસરખા જ્ઞાનગુણાદિવિશિષ્ટ છે તેમાં શો રાગ અને દ્વેષ કરવો ! જડ વસ્તુઓ પણ અનેક સ્વભાવવાળી અનાદિ કાળથી જુદા જુદા સ્વરૂપે પરિણમે છે, તેમાં શો રાગ કે દ્વેષ કરવો ! ખરેખર રાગ કે દ્વેષ કોઈ પણ જડ વા ચૈતન્ય વસ્તુઓ પર કરવો તે યોગ્ય નથી.
માટે સિદ્ધાંત કરે છે કે જીવ અને અજીવ પદાર્થો પર સમત્વ ધારણ કરવું તે જ યોગ્ય છે. વિવેક દષ્ટિથી વિચારતાં સમત્વગુણ ખરેખર સત્ય લાગે છે, સમત્વ દશામાં જેમ આત્મા વિશેષતઃ રહેતો જાય છે, તેમ તેમ તે શુદ્ધાનન્દને ભગવતો જાય છે. આવી સમતાના ધારક ગીતાર્થજ્ઞાની ભક્ત યોગિયો થઈ શકે છે.
રાગદ્વેષ દોષના અભાવે આત્માની જે દશા અનુભવાય છે. તે દશાને સમતાદશા કહેવામાં આવે છે, અને તેજ ખરેખરો આત્માને ધર્મ છે. સર્વ જીવોમાં આવો સમત્વગુણ પ્રગટે છે. રાગ, દ્વેષ, ક્ષયધર્મવાળા છે માટે તેનો ક્ષય થવો જોઈએ, જ્યારે રાગ દ્વેષનો જ્ઞાન ધ્યાનથી ક્ષય થાય ત્યારે જ્ઞાનધ્યાનના અભ્યાસક સર્વ જીવોમાં સમતા પ્રગટે છે. શુક્રાનન્દને પ્રગટાવનારી સમતા જગતમાં જયવંતી વર્તે છે.
અઘોર કર્મ (મહાપાપનાં કાર્ય) કરનારાઓ પણ સમતાને પામી પરમ મેક્ષપદ પ્રાપ્ત કરે છે. લેખક મુમુક્ષુ પણ અભિલાષા કરે છે કે સામ્યભાવપ્રતાપથી તેવું મોક્ષપદ પ્રાપ્ત કરવા હું ઉત્સાહ ધારણ કરું છું. કોણ મનુષ્ય અહો! આ જગતમાં પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરે? અલબત સર્વે કરેજ, સમતાને પ્રાપ્ત કર્યાથીજ પરમસુખ મળે, ત્યારે તે પ્રાપ્ત કરવા તૈયાર થવું તે કોને ન ગમે, અર્થાત્ સર્વેને ગમે. સમતાના અભાવેજ અનંતકાળ નિષ્ફળ ગયો, હવે જાગ્રત્ થતાં સમતા પ્રાપ્ત કરવી જોઈએ. સમતામાટે યોગ્ય પ્રયત્ન કરવો, તેમ ઈછાય છે. સમતાની ઉચ્ચમાં ઉચ્ચ દશા પ્રાપ્ત થાઓ, એમ જગતના સર્વ જીવો ઈચ્છો. જ્યારે ત્યારે પણ સમતા વિના મુક્તિ નથી.
સામ્યથી આત્માની સ્થિરતા વૃદ્ધિ પામે છે, અને વિયતરાયકર્મના ક્ષયોપશમ વા ક્ષયથી વિલાસ વૃદ્ધિ પામે છે. સમતાની દશામાં વીર્યોલાસ વૃદ્ધિ પામે છે એવો અનુભવ છે. સમતામાં સ્થિરીભાવ પામેલો આત્મા ક્ષપકશ્રેણિ આરોહીને શિવઘરમાં જાય છે,
For Private And Personal Use Only