________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
માટે અત્રે પ્રસંગને અનુસરી દયાની સિદ્ધિનું માહાતમ્ય છે
તેનો અનુભવ સમતાથી થાય છે એમ જણાવે છે,
अहिंसाया प्रतिष्ठायां, वैरत्याग इतिश्रुतिः । साम्यभावप्रतिष्ठायां, प्रत्ययस्तस्य जायते ॥ ३३ ॥ શબ્દાર્થ ---- અહિંસાની (દયાની સિદ્ધિ થયે છતે વરનો ત્યાગ થાય છે આવું યોગ પાતંજલ સૂત્ર છે તેનો પ્રત્યય (નિશ્ચય)પણ સામ્યભાવની સિદ્ધિ થતાં થાય છે.
ભાવાર્થ:–દલાની પ્રતિષ્ઠા થતાં વરને ત્યાગ થાય છે એ વાત ખરી છે, એવો અનુભવ શાથી થાય છે એમ કોઈના મનમાં આશંકા થાય તે તેને જવાબ આપે છે કે સમતાભાવ થતાં દયાથી વૈર ત્યાગ થાય છે; એ સાક્ષાત અનુભવ વેદાય છે. કહેવાનો સારાંશ એ છે કે દયાની સિદ્ધિ થતાં કોઈના ઉપર છેષ રહેતો નથી અને તેથી કોઈ મહારો શત્ર છે એવું મનમાં આવતું નથી તેથી સર્વ જીવોને પણ પ્રાયઃ તેના ઉપરથી વેરભાવ ટળી જાય છે. એવા દયા ચોગિયોની પાસે સિંહ જેવા ફર પ્રાણો આવીને બેસે છે. આવી દયાની સિદ્ધિને અનુભવ જેના મનમાં રાગદ્વેષરહિત દશારૂપ મનની સમાન અવસ્થારૂપ સમતા પ્રગટી હોય તે જાણે છે. પૂર્વોક્ત પાતંજલ યોગ સૂત્રનો અનુભવ કરવો હોય તો સમતાથી કરો, કારણ કે સમજાવંત પુરૂષના ઉપર કોઈ લોકો વૈરબુદ્ધિ રાખતા નથી, અને વરબુદ્ધિ હોય છે, તો તે ટળી જાય છે. ઉત્તમ સમતાની પરિપકવ દશામાં આ દશા અનુભવાય છે. આવી ઉત્તમ સમતા કે કોઈ પદાર્થ વા પ્રાણ પુત્રાદિ ઉપર રાગ પણ નહિ અને કોઈના ઉપર ટૅપ પણ નહિ. શાતા વેદનીયના ઉદયથી મકલાવું નહિ અને અશાતા વેદનીયના ઉદયથી ચિતા નહિ, લાભ અને અલાભમાં રાગ નહિ તેમ પણ નહિ, શરીર હોય તો તેના ઉપર રાગ નહિ અને નાશ પામે તે તેના ઉપર દ્વેષ નહિ. મુક્તિના ઉપર મનમાં રાગ નહિ અને સંસાર ઉપર પણ દ્વેષ નહિ, ધર્મ ઉપર રાગ નહિ તેમ તેમ અધમ ઉપર ટેપ નહિ, શરીર ઉપર મમવ નહિ અને શત્રુ ઉપર છેષ નહિ, કીર્તિ ઉપર રૂચિ નહિ, અને અકીર્તિ ઉપર દ્વેષ નહિ, જૈન ઉપર પણ રામભાવ અને મિથ્યાત્વી ઉપર પણ સમભાવ, ચેતન દ્રવ્યો જેટલા તેટલાં ઉપર પણ સમભાવ અને પદ્ગલિક વસ્તુઓ જેટલી છે તેટલી ઉપર પણ સમભાવ, પ્રાણ રક્ષક પર પણ સમભાવ અને પ્રાણ ભક્ષકપર પણ સમભાવ, આવી ઉત્તમ સંભાવની દશામાં મનની અત્યંત નિર્મલ દશા થાય છે. આમાના પ્રદેશોને લાગેલા કર્થના
For Private And Personal Use Only