________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 10 )
રાખવું કે જ્યાંસુધી આહ્યવસ્તુઓમાં મમતા છે ત્યાંસુધી આત્મધ્યાન થઈ શકતું નથી.
માટે સ્વપ્રપદાર્થ પેઠે બાહ્યપદાર્થોમાં મમતા તેમજ દ્વેષના ત્યાગ કરવા જોઇએ તે બતાવે છે. श्लोकः स्वशद् बाह्यभावेपु, ममत्त्वं नैव युज्यते । તથૈવ àવ્યતા તંત્ર, જ્ઞાનિનો નૈવ યુતે ॥ ૨૮ । नैव स्त्रीशत्रुभोज्यादि, पदार्था मोहहेतुकाः । मोहबुद्धया स्वयं तत्र द्विपन् रज्यन् विमुह्यति ॥ २९ ॥ શબ્દાર્થ:સ્વસસમાન ક્ષણિક બાહ્ય દૃશ્ય પદાર્થોમાં મ્હારાપણાની બુદ્ધિ ધારણ કરવી તે યોગ્ય નથી. તેમજ તે બાહ્યપદાર્થોમાં જ્ઞાનિઓએ ફ્રેધ્યતા કરવી તે ચોગ્ય નથી.
→
સ્ત્રી, શત્રુ, અને ભોય વગેરે પદાર્થો પોતે કંઈ મોહના હેતુઓ નથી. અજ્ઞ જીવ ફક્ત મોહબુદ્ધિથી રાગ કરતો અને દ્વેષ કરતો ત્યાં મુંઝાય છે. ભાવાર્થ:—બાહ્યપદાર્થો ખરેખર સ્વપના સમાન ક્ષણિક છે. બાહ્યપદાર્થોમાં ષ્ટિમુદ્ધિ થાય છે તે ખરેખર ભ્રાંતિ છે. ખાદ્યપદાર્થોને મ્હારા માનવા તે ભ્રાંતિ છે. બાહ્યપદાર્થો ક્ષણિક છે, અનેક જીવો ખાદ્યપદાર્થોને મ્હારા મ્હારા માની ચાલ્યા ગયા પણ કોઇની સાથે ખાદ્યવસ્તુઓ ગઇ નહીં. જે વસ્તુઓ મનુષ્યો પોતાની માને છે તે વસ્તુઓ કોઈપણ રીતે તેમની નથી. દાખલા તરીકે જેમ અ પુરૂષ એક ઘરને મમતાથી પોતાનું
માને છે ત્યારે જમીનના હવાળો રાજા તે ઘરને પોતાનું માને છે ત્યારે તેમાં રહેતા ઉંદર વગેરે તે ઘરને મમતાથી પોતાનું માને છે, ત્યારે અન્ય કુટુંબીઓ પણ તેને પોતાનું માને છે, કારણવશાત્ મમતાથી લડી પણ મરે છે.
મમતા પોતાનું જોર બતાવી જગતના જીવોને પોતાના વશમાં કરે છે. મમતાથી ખાઘવસ્તુઓની સદાકાળ ઝંખના થયા કરે છે અને તેથી મનમાં જરા માત્ર પણ શાંતિ થતી નથી, મમતા વશ થએલો મનુષ્ય ઈષ્ટ વસ્તુપર રાગ કરે છે અને અનિષ્ટ વસ્તુપર દ્વેષ કરે છે, મમતાયોગે મનુષ્ય આ દેખાતા શરીરમાં મ્હારાપણાની બુદ્ધિથી મુંઝાઈ જાય છે. જે શરીરને પોતાનું માને છે તે શરીર જડ પુદ્ગલપરમાણુઓથી બનેલું છે. શરીરમાં રહેનારા કીડા એમ જાણે છે કે, આ શરીર અમારૂં છે મનુષ્ય જાણે છે કે મ્હારૂં છે. વ્ સ્તુતઃ વિચારી જોતાં માલુમ પડે છે કે, શરીર ત્રણ કાલમાં પોતાનું નથી.
For Private And Personal Use Only